Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉનાના સીમાસી ગામે બાઇક પર ટ્રક ચડાવી પૂર્વ કોન્સ્ટેબલની હત્યા

11:07 PM May 04, 2023 | Vipul Pandya

ઉનાના સીમાસી ગામે રૂપેણ નદીના પુલ પર સવારે એક ટ્રકચાલકે સામેથી બાઇક પર આવતા યુવાન ૫૨ ટ્રક ચડાવી તેની હત્યા કરી નાખી હતી. બનાવ બાદ ટ્રક ઘટના સ્થળે મૂકીને આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવ પાછળ 8 માસ પહેલાં થયેલી જૂથ અથડામણના સમાધાન રફિક વાકોટ વખતે થયેલી હત્યા કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાને વર્ષો પહેલાં પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં જોડાયા બાદ રાજીનામું આપ્યાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉનાના સીમાંસી ગામે રહેતા રફિક હુસેન વાકોટ નામનો યુવાન સવારે 9 વાગ્યે પોતાની ડોળાસા તરફ આવેલી સીમમાં વાડીએ ગયો હતો, અને 11 વાગ્યે પરત ફરતો હતો. તે સીમાસી ગામ નજીક રૂપેણ નદીના પુલ પર પહોંચ્યો એ વખતે સામેથી આવતી  જીજે 1 ઝેડ 8369 નંબરના ટ્રકના ચાલકે તેની બાઇક ૫૨ ટ્રક ચડાવી દીધી હતી. બનાવ વખતે રફિકનો કાકાનો દીકરો નજીર આદમભાઇ વાકોટ પાછળ પોતાની બાઇક લઇને આવતો હોઇ બનાવની ખબર પડી હતી. આથી તેણે રાડારાડ કરીને સીમાસી ગામના સમીરભાઇ ગનીભાઇ વાકોટ સહિતના લોકોને બોલાવ્યા હતા. અને રફિકને 108માં ઉના સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રફિકનું મોત નીપજ્યું હતું. આથી નજીરે ટ્રક ચડાવનાર એઝાઝ અબ્બાસભાઇ જુણેજા અને તેની બાજુમાં બેઠેલા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે

ત્યારે અગાઉ એઝાઝના પિતા અબ્બાસભાઇની હત્યા થઇ હતી એ ગુનામાં મૃતક રફિકના પિતા હુસેનભાઇ હાલ રાજકોટ જેલમાં છે. એ બનાવમાં 22 લોકો સામે ગુનો નોંધાયો હતો. અને હાલ આરોપીઓ જેલહવાલે છે. એ ગુનાના મનદુઃખમાં આ બનાવ બન્યો છે. અત્રે નોંધનીય છેકે, મૃતક રફિક અગાઉ 2012માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સૂત્રાપાડા પોલીસ મથકમાં 1 વર્ષ ફરજ બજાવી ચૂક્યો છે. પણ બાદમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે તેણે રાજીનામું આપ્યું હતું. આથી તેનું શરીર કસાયેલું અને બાંધો મજબૂત હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.