+

નાના વેપારીઓને પોતાની પ્રોડક્ટ વેચવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ

શું તમે વિચાર્યું છે કે અમદાવાદમાં બેસીને તમે જામનગરની કોઈ દુકાનમાંથી ખરીદી કરી શકો? ભાવનગરના ભાવિકાબેન અપૂર્વભાઈ શેઠ દ્વારા એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે જેમાં તમે જામનગરની બાંધણી સાડીની ખરીદી અમદાવાદમાં તમારા ઘરે બેઠાં કરી શકો છો. મોબાઈલ એપ YuDoo-યોર સ્ટોર, એટ યોર ડોર મોબાઈલ એપમાં કચ્છ, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગરના વેપારીઓને જોડવામાં આવ્યા છે.આ એપમાં અલગ-અલગ કેટેગરીમાà
શું તમે વિચાર્યું છે કે અમદાવાદમાં બેસીને તમે જામનગરની કોઈ દુકાનમાંથી ખરીદી કરી શકો? ભાવનગરના ભાવિકાબેન અપૂર્વભાઈ શેઠ દ્વારા એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે જેમાં તમે જામનગરની બાંધણી સાડીની ખરીદી અમદાવાદમાં તમારા ઘરે બેઠાં કરી શકો છો. મોબાઈલ એપ YuDoo-યોર સ્ટોર, એટ યોર ડોર મોબાઈલ એપમાં કચ્છ, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગરના વેપારીઓને જોડવામાં આવ્યા છે.
આ એપમાં અલગ-અલગ કેટેગરીમાં જુદાં-જુદાં શહેરોની વસ્તુઓ મળે છે. જેમ કે, કચ્છમાંથી કોઈ વ્યક્તિ ભાવનગરની ફેમસ દુકાનમાંથી ગાંઠીયા મંગાવી શકે છે. જ્યારે રાજકોટનો કોઈ વ્યક્તિ અમદાવાદમાંથી કોઈ વસ્તુ મંગાવી શકે છે. જેમ મોટી મોટી બ્રાન્ડની વસ્તુઓ કોમર્શિયલ વેબસાઈટ પર મેળવી શકો છો તેમ નાના-મોટા શહેરોની પ્રખ્યાત વસ્તુઓ તમે આ એપના માધ્યમથી મેળવી શકો છો. લોકલ ફોર વોકલ સૂત્રને સાર્થક કરતી આ એપ નાના વેપારીઓને પોતાનો વેપાર સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ફેલાવવા માટે ઉપયોગી ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરાયું છે.
આવી રીતે આવ્યો આઈડિયા
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાવિકાબેન શેઠ જણાવે છે કે, આપણે ત્યાં ઘરની મોટાભાગની ખરીદી ઘરની મહિલાઓ કરે છે. મહિલાઓ અનેક દુકાને ફરી, દરેક વેરાયટી તપાસી અને ભાવતાલ કરીને જ ખરીદી કરે છે. મહિલાઓ ખરીદીમાં પણ બચત શોધે છે.
તેમણે કહ્યું, કોરોના સમયમાં બધુ જ બંધ હતું અને ઓનલાઈન સાઈટ્સમાં ખરીદી શરૂ હતી ત્યારે અમે ઘણી વખત પરિચિત વેપારીઓ પાસેથી વસ્તુઓ વ્હોટ્સ એપ વિડીયો કોલના માધ્યમથી પસંદ કરી અને મંગાવતા હતા અને ત્યારે મને વિચાર આવ્યો કે આવી રીતે જો વિડીયો કોલના માધ્યમથી શોપિંગ કરવા માટે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ ઉભુ કરવું જોઈએ અને ત્યારે બાદ મેં મોબાઈલ એપ ‘યોર સ્ટોર એટ યોર ડોર’ (YuDoo) બનાવવાનું નક્કી કર્યું જેમાં ગુજરાતના નાના વેપારીઓને જોડવાનું નક્કી કર્યું.
અનેક નાના વેપારીઓ જોડાયા
તેમણે જણાવ્યું કે, એક મહિના પહેલા શરૂ કરેલી મોબાઈલ એપને પ્રારંભિક તબક્કાએ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જામનગર, કચ્છ, સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગરના ઘણાં વેપારીઓ આમાં જોડાયા છે. મુંબઈના વેપારીઓને જોડવા માટે ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધીમાં અમારી એપમાં 80 વેપારીઓ જોડાઈ ચુક્યા છે.
તેમણે કહ્યું કે, અમારી એપમાંથી લોગ ઈન થઈને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ દ્વારા જ વિડીયો કોલમાં ખરીદી કરી શકે છે. ઉદાહરણ તરીકે અહીં ભાવનગરમાં બેસીને કોઈ વ્યક્તિ જામનગરના બાંધણી કે સાડીના વેપારીની દુકાનમાં વીડિયો કોલથી જોડાઈને પોતાની પસંદગીની બાંધણી, સાડી મેળવી શકે છે. તેમજ અમદાવાદમાંથી કોઈ વ્યક્તિ એવી જ રીતે ભાવનગરી ગાંઠીયા મંગાવી શકે છે.
ફેમિલી વેન્ચર છે
તેમણે કહ્યું, આ સ્ટાર્ટઅપને ચલાવવામાં મારા પરિવારનો સહયોગ ખુબ રહે છે. આ અમારું ફેમિલી વેન્ચર છે. હું અને મારો દીકરા ગીતાંજ અને વીરાંજ કો-ફાઉન્ડર છીએ. મારા પતિ અપૂર્વભાઈ ગીરીશભાઈ શેઠ સેલિંગ, કરસ્ટમર્સ અને લીગલ બાબતો, બંને દીકરા ટેક્નિકલ બાબતો સંભાળી રહ્યાં છે. 1 મહિનામાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે અમારી એપમાં રોજ સરેરાશ 25 થી 30 કોલ આવે છે અને તેમાથી 7 થી 8 લોકો સરેરાશ ખરીદી કરે છે.
મારો ટાર્ગેટ છે કે એક વર્ષમાં મારા બિઝનેસને 5 થી 10 લાખ સુધી પહોંચાડવો છે. ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અમારા લોજીસ્ટિક પાર્ટનર પણ છે જે ઓર્ડર થયેલી વસ્તુ નિયત સમય મર્યાદામાં પહોંચાડે છે. ખરીદીની ચુકવણી ઓનલાઈન માધ્યમો તેમજ કેશ ઓન ડિલીવરી દ્વારા કરવાનો વિકલ્પ છે અને રિપ્લેસમેન્ટની પોલીસે પણ છે. જે લોકો કચ્છ જઈને ખરીદી નથી કરી શકતા, અમારી એપના માધ્યમથી તેઓ ઘરે બેઠાં ખરીદી કરી શકે છે.
Whatsapp share
facebook twitter