+

કરજણમાં તળાવકાંઠે કપડા ધોઇ રહેલી મહિલા પર મગરનો હુમલો, મહિલાનું મોત

અહેવાલઃ વિજય માલી, વડોદરા  મહિલા કપડા ધોઇ રહી હતી ત્યારે અચાનક ધસી આવ્યો મગર  વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયેલી મહિલા કપડાં ધોઈ…

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

મહિલા કપડા ધોઇ રહી હતી ત્યારે અચાનક ધસી આવ્યો મગર 

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયેલી મહિલા કપડાં ધોઈ રહી હતી ત્યારે એકા એક તળાવ માંથી મગર કિનારા પર આવી ગયો હતો અને કપડાં ધોઈ રહેલ મહિલા પર હુમલો કરી મહિનાને મગર તળાવના ઉંડા પાણી માં ખેચી જતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વડોદરા જીઆઇડીસીના ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને તળાવમાં ફ્લોટ બોટની મદદ લઇ મહિલાના મૃતદેહ ની શોધખોળ આરંભી હતી

ભારે જહેમત બાદ તળાવમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો 

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ગામ માં રહી એકલવાયું જીવન ગુજારતા કંચનબેન રાઠોડ નજીકમાં આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવ માં કપડા ધોવા માટે ગયા હતા તે દરમિયાન કંચનબેન ઉપર મગરે હુમલો કરી તળાવ ના ઊંડા પાણી માં ખેંચી જતા તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા તળાવ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના ની જાણ ફાયર વિભાગ ને કરતા વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તળાવ માં ફ્લોટ બોટ ની મદદ લઇ કંચનબેન ના મૃતદેહની શોધખોળ આરંભી હતી અને ભારે જેહમત બાદ તળાવ માંથી કંચન બેન નો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને ઘટના સ્થળે પહોંચેલ કરજણ પોલીસે મૃતદેહ નો કબ્જો લઇ મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો

Whatsapp share
facebook twitter