Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, સવારથી જ જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ

11:21 PM Apr 16, 2023 | Vipul Pandya

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વહેલી સવારે પણ લોકોએ ગરમીનો અહેસાસ કર્યો છે. ત્યારે આજે સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહીં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 
ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકો માટે આજે વહેલી સવાર એક સારો સંકેત લઇને આવી છે. આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. રાજ્યમાં થોડા જ દિવસોમાં ગુજરાતનું વાતાવરણ બદલાઇ જશે અને તેની સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જીહા, આ અંગે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભીષણ ગરમી પડી રહી છે. સવારથી જ ગરમી એટલી વધી જાય છે કે લોકો કારણ વિના ઘરની બહાર પણ નીકળતા નથી. વળી જો બપોરની વાત કરીએ તો રોડ-રસ્તા જાણે કર્ફ્યુ હોય તેમ સૂમસામ જોવા મળે છે. જોકે, આજના વાતાવરણને જોયા બાદ એ સ્પષ્ટ છે કે જલ્દી જ લોકોને ગરમીથી રાહત મળી જશે. બીજી તરફ ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. જે મુજબ આ વર્ષે ચોમાસાનો વરસાદ સારો રહેશે.