Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ એક્ટર પર ઓડી 6 કારની ચોરી અને છેતરપિંડીનો કેસ નોંધાયો

01:29 PM Apr 17, 2023 | Vipul Pandya

અભિનેતા ઝીશાન કાદરી(Zeishan Quadri) પર 38 લાખની કિંમતની ઓડી 6 કાર ચોરવાનો અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર શાલિની ચૌધરીએ પણ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી છે, જાણો શું છે સમગ્ર મામલો 
 
અભિનેતા વિરુદ્ધ FIR
ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ અભિનેતા અને પટકથા લેખક ઝીશાન કાદરી પર 38 લાખની કિંમતની ઓડી 6 કારની ચોરી કરવાનો અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફિલ્મ ફાઇનાન્સર અને નિર્માતા શાલિની ચૌધરીએ પણ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી છે. 

મલાડ પોલીસે કેસ નોંધ્યો
મુંબઈની મલાડ પોલીસે કેસ નોંધ્યો હતો. બોલિવૂડ અભિનેતા, લેખક, નિર્દેશક અને નિર્માતા ઝીશાન કાદરી વિરુદ્ધ મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં કલમ 420-406 હેઠળ છેતરપિંડી અને કાર ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઝીશાન પર નિર્માતા શાલિની ચૌધરી સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. ઝીશાને પ્રોડ્યુસરની ઓડી કાર રૂ. 38 લાખમાં ઉછીના લીધી હતી અને ઝીશાને એક વર્ષથી કાર માટે શાલિનીના કોઈપણ કોલનો જવાબ આપ્યો ન હતો.
શાલિનીએ શું કહ્યું?
શાલિની ચૌધરીએ જણાવ્યું કે તે વર્ષ 2017માં  તે ઝીશાનને મળી હતી. તેને સોની એન્ટરટેઈનમેન્ટના શો ક્રાઈમ પેટ્રોલ માટે નાણાંની જરૂર હતી. પ્રિયંકા બસ્સી તેમની એક કંપની ‘ફ્રાઈડે ટુ ફ્રાઈડે’માં તેમની ભાગીદાર હતી. તેમણે કહ્યું- અમે સાથે મળીને ક્રાઈમ પેટ્રોલ શો કર્યો અને તેની કંપની માટે ‘હલાલ’ નામની ફિલ્મ પણ કરી છે. તેથી જ મને તેના પર પૂરો વિશ્વાસ હતો.’ શાલિનીએ વધુમાં જણાવ્યું કે તેણે ઝીશાનને તેની પાર્ટનર પ્રિયંકાના કહેવા પર જ કાર ઉછીની આપી હતી, કારણ કે બંનેએ તેને સોની ટીવીના કોમેડી શોમાં પાર્ટનર બનાવવાની વાત કરી હતી. આ પછી ઝીશાને શાલિનીને કહ્યું કે તેની પાસે શોમાં કામ કરવા માટે કાર નથી. શાલિનીએ જીશાનને મદદ કરવા માટે તેની ઓડી-એ-6 કાર આપી હતી.
શાલિનીને ખબર પડી કે ઝીશાને તેની કાર વેંચી દીધી છે
એટલું જ નહીં, શાલિનીને ખબર પડી કે ઝીશાને તેની કાર એક મિત્રને 12 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. શાલિનીએ કહ્યું, ‘મને ક્યાંકથી ખબર પડી કે મારી કાર કોઈને 12 લાખ રૂપિયામાં વેચવામાં આવી છે. મેં ઝીશાન કાદરી અને તેની પત્નીને ઘણા ફોન અને મેસેજ કર્યા પરંતુ તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નહીં અને મને ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે.
અગાઉ પણ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે
આ પહેલીવાર નથી જ્યારે ઝીશાન પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય. અગાઉ વર્ષ 2020માં પણ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં જીશાન વિરુદ્ધ કલમ-420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર 1.5 કરોડની છેતરપિંડીનો આરોપ હતો. આ આરોપ ફિલ્મ ફાઇનાન્સર-પ્રોડ્યુસર જતીન સેઠીએ લગાવ્યો હતો.
ઝીશાન ઘણી ફિલ્મ-વેબ સિરીઝ સાથે જોડાયેલો છે
ગેંગ્સ ઓફ વાસેપુર ઉપરાંત ઝીશાને મેરઠિયા ગેંગસ્ટર, હળાહળ અને છલાંગ જેવી ફિલ્મો પણ લખી છે. આ સિવાય તેણે રિવોલ્વર રાની, હોટેલ મિલન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિવ્યેન્દુ શર્મા સાથેની વેબ સિરીઝ બિચ્છુ કા ખેલમાં ઝીશાન પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.