Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દર્દીનો જીવ જોખમમાં મુકી REELS બનાવવામાં વ્યસ્ત એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે ગુનો દાખલ

09:24 PM Sep 09, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલની સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે 110 કિમી પ્રતિક્લાક ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં રિલ્સ બનાવી હતી. તેની રિલ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ગોંડલ પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે ગુનો નોંધી કેસની વધુ તપાસ કરી છે. ડ્રાઇવરે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ચાલુ એમ્બ્યુલન્સમાં બાજુમાં બેસેલા વ્યક્તિ પાસે રીલ્સ બનાવવી હતી.

ગોંડલ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવર પિયુષ પ્રવિણ મુછડીયા (રહે- ભગવતપરા શેરી, ચબુતરાની પાસે, ગોંડલ) નો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. પિયુષે એમ્બ્યુલન્સ ચલાવતા ચલાવતા રિલ્સ બનાવી હતી. આ રિલ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા લોકો પોતાની રીતે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. દર્દીને સારવાર માટે ગોંડલથી રાજકોટ હોસ્પિટલ લઇ જવાઇ રહ્યો હતો.. અને એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સાઇરન ચાલુ હતી..જે દરમ્યાન ડ્રાઈવરે રાત્રીના અંધારામાં એમ્બ્યુલન્સ 110 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવતા બાજુમાં રહેલા વ્યકિતના મોબાઇલમાં આ રિલ ઉતરાવી હતી.

રિલ્સ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.

એમ્બયુલન્સ ડ્રાઇવર પિયુષને પોલીસ સ્ટેશન બોલાવી પુછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે વાઇરલ વીડીયો પંદર દીવસ પહેલાનો છે. રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાના સમયે પોતે ગોડલ સરકારી હોસ્પીટલથી દર્દી લઇને રાજકોટ સરકારી હોસ્પીટલ જતા રસ્તામાં રિલ્સ બનાવી હતી. આશાપુરા ચોકડીથી ભોજપરા ગામેની વચ્ચે મે મારી સાથે બાજુની સીટમાં બેસેલ શ્યામ ઉર્ફે કાનાભાઇ ગોરધનભાઇ નૈના (રહે. રાજકોટ) મારફતે વીડીયો બનાવી પોતે સોશીયલ મીડીયા સ્ટેટસમાં રાખ્યું હતું. ગોંડલ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પિયુષ વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલ અધિક્ષકે ડ્રાઇવર પિયુષને ફરજમૂક્ત કર્યો

સમગ્ર મામલો ગોંડલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એચ.ભાલાળાના ધ્યાનમાં આવ્યો હતો. તેમણે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને તાત્કાલીક અસરથી છુટો કરી દીધો છે.. એમ્બ્યુલન્સ કોન્ટ્રાક્ટ એજન્સીને પણ પિયુષની બેદરકારી અંગે જાણ કરી હતી. આ રિલ્સ તા. 7 સપ્ટેમ્બરે વાઇરલ થઇ હતી. ત્યાર બાદ તેને નોટિસ આપવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે તેને ફરજ મૂક્ત કરવામાં આવ્યો છે