Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વસ્ત્રાપુર વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં સામાન્ય બાબતે બોલાચાલી મોતમાં પરિવર્તિત થઇ

06:48 PM May 08, 2023 | Hardik Shah

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક કર્મચારીનું મૃત્યુ નીપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, રેસ્ટોરન્ટમાં આવેલા ઓર્ડરને લઈને બંને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી અચાનક જ મારામારીમાં પરિવર્તિત થઇ અને અંતે એક કર્મચારીનું મોત નિપજ્યું હતું.

અમદેવાદ શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા ચારકોલ રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રે રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સતીશ પાસવાન નામના કર્મચારીને પવન કુમાર સુરી નામના કર્મચારીએ માર મારતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. જે અંગે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને હત્યાનો ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. જણાવી દઇએ કે, મૃતક સતીશ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા ચારકોલ રેસ્ટોરન્ટમાં રસોઇયા તરીકે નોકરી કરે છે. ગત મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના આસપાસ આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈનું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલા ગ્રાહકના ઓર્ડરની ચીઠ્ઠી મૃતકને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે બોલા ચાલી ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં મારા મારી દરમિયાન મૃતક નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો. બાદમાં રેસ્ટોરન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લઈ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો – ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ