Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આત્મનિર્ભર બનવા પ્રજ્ઞાચક્ષુની પહેલ, રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી

12:58 PM Feb 21, 2024 | Hardik Shah

Exam without a Writer : ગુજરાત બોર્ડમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. જેના માટે ગુજરાત બોર્ડમાં એપ્લિકેશન કરવામાં આવી હતી. બન્ને બાળકોનો ઉત્સાહ જોઈ બાળકોની એપ્લિકેશનને મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના જુસ્સાને લઈને સ્કૂલે પણ તેમની તેટલી જ મદદ કરી અને તેમાં પણ સફળતા મળી હતી.

સામાન્ય રીતે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા જોયા હશે પણ શું કોઇ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પરીક્ષા માટે તૈયાર થયા હોય એવું સાંભળ્યું છે, શું રાઇટરની મદદ લીધા વગર પ્રજ્ઞાચક્ષુ જાતે લખીને પરીક્ષા આપી શકે ખરા? એવા પ્રશ્ન તમામના મનમાં ઉઠતા હોય કારણ કે પહેલા એ શક્ય ન હતું, પરંતું હવે ટેક્નોલોજીના જમાનામાં આવા વિદ્યાર્થીઓએ આ કાર્ય શક્ય કરી બતાવ્યું છે. આ અંગે શાળાના આચાર્યે મનીષાબેનને જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં પ્રથમવાર સુરતના 2 અંધ વિદ્યાર્થી કોઇ પણની મદદ લીધા વગર પોતાની જાતે જ લેપટોપનો યુઝ કરી ધોરણ-12 ની પરીક્ષા આપશે. આનંદ અને સિયા બંને વિદ્યાર્થી ટોપ ડેક નામના સોફ્ટવેરની મદદથી લેપટોપ પર પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડમાં પ્રથમવાર કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી. જેના માટે ગુજરાત બોર્ડમાં એપ્લિકેશન કરાઇ હતી. જેને મંજૂરી મળી ગઇ છે. ત્યારે હવે માર્ચ મહિનામાં આવનારી બોર્ડ પરીક્ષામાં બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓનલાઇન મોડમાં બેસશે. અને તેમણે સામાન્ય વિદ્યાર્થી કરતા અડધો કલાક વધારે એટલે કે સાડા ત્રણ કલાકનું પેપર રહેશે. જે માટે બન્ને વિદ્યાર્થીઓએ અત્યાર થી જ તૈયારી આરંભી દીધી છે.

પોતાની સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવી ભટાર વિસ્તારમાં રહેતા અને છેલ્લા 12 વર્ષથી અંધજન શાળામાં અભ્યાસ કરતા આનંદ ભાલેરવ ધોરણ સાતમા હતો, ત્યારે જ તેની જોવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. તેને આંખમાં મોતિયો આવતા તેનું ઓપરેશન કરાવાયું હતું, જે પછી આનંદે તેની આંખો ગુમાવી દીધી હતી. હાલ આનંદ ધોરણ 12માં અભ્યાસ કરે છે. અંધ થવા છતાં આનંદ ખુબ જ ઉત્સાહિત છે. અને તેણે પોતાની આ કમજોરીને પોતાની તાકાત બનાવી છે. આ અંગે આનંદનું કહેવું છે કે, પરીક્ષા આપવા ટેકનોલોજીની મદદ લીધી છે. આ નિર્ણયમાં સ્કૂલે પણ મદદ કરી છે. આ સાથે જ લેપટોપમાં ટોપ ડેક નામના સોફ્ટવેરની મદદથી ટાઇપ કરી શકાય છે. હાલ તેઓ NVDA નામના સ્ક્રીન રીડર દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. સિયા અને આનંદ બંનેને આંખથી દેખાતું નથી. પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય કોમ્પ્યુટર કી-બોર્ડ પર તેઓ ઝડપથી ટાઈપ કરી શકે છે. આ અંગે સિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ પર નિર્ભર ન રહેવું પડે તે હેતુથી કોઇની મદદ લીધા વગર આ પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. પહેલા તેઓ બ્રેઇલ લીપીમાં અભ્યાસ કરતા હતા, પણ છેલ્લા ત્રણ વર્ષથી શાળા દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેપટોપના સહારે અભ્યાસ સરળ બન્યો છે. જેથી પોતાના બળે જાતે જ લેપટોપથી પરીક્ષા આપવાની તૈયારી કરી છે.

ગુજરાત બોર્ડમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિધાર્થી પરીક્ષા આપશે, જેની અંધજન શાળા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ આ પરીક્ષા માટે સ્કૂલ દ્વારા બે લેપટોપ તૈયાર કરાવવામાં આવ્યા છે. સાથે જ પ્રશ્નોના જવાબ લેપટોપમાં ટાઈપ થઈ ગયા બાદ આ તમામ જવાબોની પ્રિન્ટ કાઢવામાં આવશે અને ત્યારબાદ તેને બોર્ડની આન્સરશીટના પેજ પર લગાવવામાં આવશે.

અહેવાલ – રાબિયા સાલેહ

આ પણ વાંચો – Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ