Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વસીમખાન પાસે રહેલી છરી ઝુંટવી તેની જ છાતીમાં ભોંકી દીધી, જુહાપુરામાં થયેલી હત્યા કેસમાં મોટો ખુલાસો

08:24 AM Apr 19, 2023 | Vipul Pandya

શહેરના જુહાપુરામાં (Juhapura) વધુ એક હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે મોટો ખુલાસો થયો છે. આ ગુનામાં ચાર નહિ પણ પાંચ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું. વેજલપુર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી પણ ક્રાઇમબ્રાંચ (Crime Branch) બાતમી આધારે બે આરોપીઓને પકડવા જતા ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા.
ગત શનિવારે મોડી રાત્રે થઈ હતી હત્યા
શહેરના જુપુરામાં રહેતા વસીમુદ્દીન શેખની ગત શનિવારે મોડી રાત્રે સંકલિતનગર વિસ્તારમાં કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસોએ મળી હત્યા કરી હતી. જે ગુનામાં વેજલપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી તો આ ગુનાના મુખ્ય આરોપી સમીર પેન્દી ફરાર હતો. સમીર નાની વયથી જ ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાથી પોલીસથી બચવાના રસ્તાનો જાણકાર હતો અને તેથી જ તે નાસતો ફરતો હતો પણ ક્રાઇમબ્રાંચને બાતમી મળતા ક્રાઇમબ્રાંચે સમીરખાન ઉર્ફે પેન્દી પઠાણ, મોહમદ ઇલિયાસ ઉર્ફે મચ્છી શેખ અને શેફઅલી ઉર્ફે જબ્બોની ધરપકડ કરી છે.

પૈસાની લેતીદેતીની અદાવત
પોલીસે (Police) હત્યા બાદ તપાસ કરી તો સમીર ઉર્ફે પેન્દીને મૃતક સાથે રૂપિયાની લેતીદેતીની અદાવત હોવાનું સામે આવ્યું હતું…જો કે ક્રાઇમબ્રાંચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું કે સમીર ઉર્ફે પેન્દીના મામાના દીકરાના લગ્ન હતા ત્યારે મૃતક વસીમખાને આરોપી ઇલિયાસ ઉર્ફે મચ્છી પાસે પૈસા ઝુંટવી મારામારી કરી હતી ત્યારે સમીરખાન ઉર્ફે પેન્દી અને જબ્બો નામના બે શખ્સો મારામારી કરનારને છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે મૃતક વસીમખાન પણ તેઓ સાથે મારામારી કરવા લાગ્યો હતો. જેથી સમીર ઉર્ફે પેન્દીએ મૃતક વસીમખાનને માર માર્યો હતો અને ગુસ્સામાં આવી મૃતક પાસે રહેલી છરી મૃતક પાસેથી ઝુંટવી તેને જ છાતીના ભાગે ભોંકી દઇ હત્યા કરી નાખી.
પોલીસે તપાસ શરૂ કરી
ક્રાઇમબ્રાંચે પકડેલા આરોપી સમીર ઉર્ફે પેન્દી નાનપણથી જ ગુનાની દુનિયામાં પગ મૂકી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. સમીર પેન્દી સામે પંદરેક મારામારીના ગુના નોંધાયા છે અને પાસા પણ ભોગવી ચુક્યો છે. જ્યારે શેફઅલી ઉર્ફે જબ્બો હત્યાની કોશિષ અને ધમકી આપવાના ગુનામાં પકડાયેલો હતો તો ઇલ્યાસ ઉર્ફે મચ્છી જુગારના ગુનામાં ઝડપાયો હતો ત્યારે આરોપીઓની ધરપકડ બાદ તેઓના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ – જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.