+

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો નિર્ણય,હોટલોના તમામ પ્રી-બુકિંગ રદ્દ

અયોધ્યામાં શ્રીરામ મંદિરના (Ram Mandir Ayodhya)  ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે એક મહિના જેટલો જ સમય રહ્યો છે. સમારંભને લઈને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે ગુરુવારે…

અયોધ્યામાં શ્રીરામ મંદિરના (Ram Mandir Ayodhya)  ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે એક મહિના જેટલો જ સમય રહ્યો છે. સમારંભને લઈને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે ગુરુવારે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે અયોધ્યામાં 22 જાન્યુઆરીની તારીખ તમામ હોટલ્સ-ધર્મશાળાઓની પ્રી-બુકિંગને કેન્સલ કરી દીધી છે. VVIP સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સમીક્ષા બેઠક બાદ આપવામાં આવ્યા નિર્દેશ

મળતી માહિતી મુજબ, અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે 22 જાન્યુઆરી પહેલા હોટલ અને ધર્મશાળાઓમાં થયેલ એડવાન્સ બુકિંગ રદ્દ કરી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આયોજનને લઈને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ આ નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, 22 જાન્યુઆરીએ લોકોએ અયોધ્યામાં રોકાવા માટે પહેલેથી જ મોટા પ્રમાણમાં બુકિંગ કરાવ્યું છે.

હોટલમાં રોકાવા માટે ટ્રસ્ટનું આમંત્રણ જરૂરી

VVIP સુરક્ષાને જોતાં આ પ્રી-બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં માત્ર તે લોકો જ રોકાઈ શકશે જેમની પાસે ડયુટી પાસ અથવા શ્રીરામ તીર્થ ટ્રસ્ટની આમંત્રણ પત્રિકા હશે.

 

 

નિર્ણયને લઈને સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન

આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાનમાં આવ્યું છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલો અને ધર્મશાળાઓ પહેલેથી જ બુક કરાવી દીધી છે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ એડવાન્સ બુકિંગ રદ કરવામાં આવે, જેથી સરકાર અને વહીવટી તંત્રને વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિત મહેમાનો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર 100 વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવે.

30 ડિસેમ્બરે પીએમ મોદી કરશે મુલાકાત

30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાત પહેલા સીએમ યોગીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. એવું જાણવા મળ્યું છે કે રામ નગરી અયોધ્યાને વડાપ્રધાન મોદીના હાથે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવશે. સીએમ યોગીએ કહ્યું કે, 30 ડિસેમ્બરે રામમય અવધપુરીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગના મહિમા પ્રમાણે શણગારવામાં આવશે.

સીએમ યોગીએ આપી સૂચનાઓ

CM YOGI આદિત્યનાથે કહ્યું કે અમારી જવાબદારી સુરક્ષાની સાથે સાથે સ્વાગતની પણ છે, તેથી સરકારી અને પોલીસ કર્મચારીઓનું વર્તન આદર્શ હોવું જોઈએ. ઝોન મુજબના વરિષ્ઠ અધિકારીઓ સાથે પોલીસ દળમાં વધારાના દળો તૈનાત કરવામાં આવે. ઉપરાંત STF અને ATS ફોર્સની સંખ્યા વધારીને કેમ્પિંગ પણ કરવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યો કે અયોધ્યા રેલવે સ્ટેશન અને એરપોર્ટના રસ્તાઓ પરના ખાડાઓનું સમારકામ કરવામાં આવે. NHAI બાયપાસ રૂટ પરના ડિવાઈડર પર કરવામાં આવેલ ડેકોરેશન વધુ સારી રીતે થવું જોઈએ.

 

આ પણ વાંચો-J&K : જવાનોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

 

Whatsapp share
facebook twitter