Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

75 વર્ષ પહેલા Vummidi Ethiraj એ બનાવ્યો હતો સેંગોલ, જાણો તેમણે શું કહ્યું

04:39 PM May 28, 2023 | Viral Joshi

દેશના નવા સંસદ ભવનમાં આજે સ્થાપિત કરવામાં આવેલા રાજદંડ સેંગોલને 75 વર્ષ પહેલા વુમ્મિદી બંગારૂ ચેટ્ટી પરિવારના 97 વર્ષીય વુમ્મિદી એથિરાજે બનાવ્યુ હતું. નવા સંસદ ભવનના ઐતિહાસિક રાજદંડ સેંગોલની સ્થાપનાના અવસરે વુમ્મિદી એથિરાજ પણ આવ્યા હતા.

વુમ્મિદી બંગારૂ ચેટ્ટી પરિવારના 97 વર્ષિય વુમ્મિદી એથિરાજે જણાવ્યું કે, આ ખુબ ગર્વની ક્ષણ છે. વુમ્મિદી બંગારૂ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે વડાપ્રધાન મોદીએ આજે નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યો. 75 વર્ષ પહેલા અમારા પરિવારે સેંગોલ બનાવ્યું હતું.

તમિલનાડુ સાથે નાતો ધરાવતા અને ચાંદીમાંથી બનેલા અને સોનાનો ઢાળ ચડાવેલા ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) ને ઓગસ્ટ 1947માં સત્તા હસ્તાંતરણના પ્રતિક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આપવામાં આવ્યો હતો. આ રસ્મી રાજદંડ અલ્હાબાદ સંગ્રહાલયની નહેરૂ દીર્ધામાં રાખવામાં આવ્યું હતું.

નવા સંસદ ભવનના ઉદ્ધાટનના અવસરે ઈશ્વરના આશિર્વાદ લેવા માટે કર્ણાટકના શ્રૃંગેરી મઠના પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારણ વચ્ચે ગણપતિ હોમ અનુષ્ઠાન કર્યું. વડાપ્રધાન મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું અને ઐતિહાસિક રાજદંડ સેંગોલને લોકસભાના અધ્યક્ષની સીટની બાજુમાં સ્થાપિત કર્યો.

પારંપરિક પરિધાનમાં વડાપ્રધાન મોદી સંસદ ભવન પરિસરમાં પ્રવેશ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું, તે બાદ મોદી અને બિરલા અને મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પિત કરી.

આ પણ વાંચો : સંતોને નમસ્કાર, નવા સંસદ ભવનમાં કરવામાં આવી સેંગોલની સ્થાપના, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.