Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલીસની તૈયારી કરતા યુવાનો થઈ જાઓ તૈયાર, આવતા વર્ષે 9 હજાર LRDની ભરતી થશે

05:10 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાત પોલીસમાં (Gujarat Police)  સીધી ભરતીથી નિમણૂક પામેલા ઉમેદવારોને ‘નિમણૂક પત્ર એનાયત’ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 1400 જેટલા ASI-PSI તથા 9800 જેટલા LRDને નિમણુક પત્ર અપાશે.
2002 થી 2022 સુધીની સફરમાં ગુજરાત પોલીસે ભાઇરાજ ખતમ કર્યું: ગૃહમંત્રીશ્રી
આ કાર્યક્રમ દરમિયાન ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં જ્યારે પહેલી બેઠક ગૃહવિભાગની બેઠક થઈ તે વખતે મુખ્યમંત્રીશ્રીએ રવિવારની મોડી રાત્રે આ ભરતીની જાહેરાત કરી હતી. વિરોધ કરનારા લોકોએ ભરતી થાય નહી તેના માટે અનેક પ્રયત્નો કર્યા તેઓ આજે તમારી તાળીઓનો ગડગડાટ પણ નહી સાંભળી શકે. ગુજરાત પોલીસમાં હજારો યુવાનોને રોજગારી, નોકરી મળવા જઈ રહી છે. તમે સૌ ગુજરાત પોલીસનો એક ભાગ બનવા જઈ રહ્યા છો અને ગુજરાત રાજ્યની સેવા કરવાનો મોકો પણ મળવા જઈ રહ્યો છે. વર્ષ 2002 થી 2022 સુધીની સફરમાં ગુજરાત પોલીસે ભાઇરાજ ખતમ કર્યું. કોરોના કાળમાં પણ ગુજરાત પોલીસ ખડે પગે રહી અને ભારે વરસાદમાં પણ પોલીસની કામગીરી સરાહનીય રહી હતી. સામાન્ય લોકોની સેવા કરવાનો આપને મોકો મળ્યો છે. દર વર્ષે પગારો માં 550 કરોડનો વધારાનો નિર્ણય તમારા મુખ્યમંત્રીશ્રીએ કર્યો તેના માટે તેઓ પણ અભિનંદનને પાત્ર છે.
ગુજરાતના વિકાસમાં પોલીસનો મોટો ફાળો: મુખ્યમંત્રીશ્રી
પોલીસ પસંદગી નિમણુક પત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, લાભ પાંચમના શુભ દિવસે તમારા કરિયરની શરૂઆત થઈ રહી છે, સૌને મારા અભિનદન. આખા દેશમાં ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે અને તેમાં મોટો ફાળો પોલિસનો રહ્યો છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે દરેક શેત્રમાં આપણે હરનફાલ પ્રગતિ કરી છે. બિઝનેસ ગ્રોથ ભારતમાં વધ્યો છે અને તેમાં પણ ગુજરાત પસંદગી માં અવ્વલ રહ્યું છે. તમે ગુજરાત પોલીસમાં જોડાયા છો સમાજ અને રાજ્યને આપનો સાથ મળશે અને આપ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશો તેવી આશા રાખું છું. આપનો સાથ અને સહકાર હંમેશા મળી રહેશે.
આ અવસરે વડાપ્રધાનશ્રીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો
પોલીસ પસંદગી નિમણુક પત્ર વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જેમા તેમણે જણાવ્યું હતું કે, લાભ પંચમીના દિવસે આટલી મોટી સંખ્યામાં રોજગારી મળી રહી છે. પોલીસમાં આપને નિમણુક મળી રહી છે ત્યારે સૌને અભિનંદન પાઠવું છું. પંચાયત સેવામાં 5 હજારથી વધુ, LRDમાં 8 હજારથી વધુ પસંદગી પત્રો મળી રહ્યાં છે. અન્ય ભરતીઓ માં પણ 10 હજાર લોકોની ભરતી કરવામાં આવી છે. અનેક ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે તેથી રોજગાર નું મોટું પ્લેટફોર્મ ઉભુ થવાનું છે.
પોલીસ પસંદગી નિમુનક પત્ર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, આવતા વર્ષે પણ વધુ 300 PSI અને 9 હજાર લોકરક્ષકની ભરતી કરવામાં આવશે. જુઓ ગૃહરાજ્યમંત્રીશ્રીએ શું કહ્યું…
આવતા વર્ષે 9 હજારથી વધુ પોલીસની ભરતી કરાશે : ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી