Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

80 ટકા ભારતીયોને પસંદ છે PM મોદી, સર્વેમાં સામે આવ્યો PM મોદીનો દબદબો

11:59 PM Aug 30, 2023 | Vishal Dave

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જાદુ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે.. વૈશ્વિક પ્રભાવને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં 68 ટકા ભારતીયો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, દસમાંથી આઠ ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સકારાત્મક વિચાર ધરાવે છે.  તેમાંથી મોટાભાગના માને છે કે તાજેતરના વર્ષોમાં ભારતનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે. સર્વેમાં 55% લોકો મોદીને પસંદ કરે છે,  જેઓ 2014થી સત્તામાં છે અને આગામી ચૂંટણીમાં ત્રીજી ટર્મ પણ ઈચ્છી રહ્યા છે. આ રિપોર્ટ G20 સમિટ પહેલા મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.

પ્યુ સેન્ટરના રિપોર્ટમાં વિદેશમાં રહેલા ભારતીયોએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોટાભાગના ભારતીયો સહમત છે કે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના કારણે વિદેશમાં ભારતનું કદ વધ્યું છે. ભારતની બહાર અન્ય દેશોમાં રહેતા પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સર્વે વિશ્વના 23 દેશોમાં કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 30861 લોકો સાથે વાત કરવામાં આવી હતી.

સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું દુનિયામાં ભારતનું વર્ચસ્વ વધ્યું છે. જવાબમાં 68 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે કરવામાં આવેલા પ્યુ સર્વેમાં ઈઝરાયેલ તરફથી આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. ઈઝરાયેલમાં રહેતા 73 ટકા લોકો ભારત પર વિશ્વાસ કરે છે. પ્યુ રિસર્ચ સેન્ટરે સર્વે રિપોર્ટમાં ભારતના લોકોની પસંદ અને નાપસંદ અંગે માહિતી આપી છે.

રિપોર્ટ અનુસાર મોટાભાગના ભારતીયો ચીન અને પાકિસ્તાનને નાપસંદ કરે છે. સર્વેમાં સામેલ 67 ટકા ભારતીયોએ બેઈજિંગ અને 73 ટકા ઈસ્લામાબાદ પ્રત્યે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. અમેરિકામાં ભારતીયોનો વિશ્વાસ વધ્યો છે, પરંતુ રશિયામાં તે ઘટ્યો નથી. 65 ટકા ભારતીયો માને છે કે અમેરિકાનું વલણ ભારતના હિતમાં છે જ્યારે 57 ટકા લોકો રશિયાને પણ પોતાનો મિત્ર માને છે.