Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કંપનીના સર્વિસ રૂમમાંથી 8 મહિલાએ સર્વિસ સામાનની ઊઠાંતરી કરી, પોલીસે કરી ધરપકડ

04:56 PM May 03, 2023 | Hiren Dave

વડોદરા શહેરના કરચીયા ગામ પાસે IOCL કંપનીના કમ્પાઉન્ડમાં આવેલી ગેસ ભરવાની ટેન્ક બનાવતી કંપનીના સર્વિસરુમના પતરાના શેડ ઉંચા કરી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશી 1.44 કરોડ રુપિયાનો સર્વિસ સામાન ચોરી કરનાર ભંગાર ભેગો કરતી આઠ મહિલાઓની જવાહરનગર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કરચીયા પાર્વતીનગરમાં રહેતી મહિલાઓએ ભંગાર સમજીને ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


ભંગાર સમજીને ચોરી કરી
એ.સી.પી. આર.ડી. કાવા જણાવ્યું હતું કે, તા.30-4-023 થી 2-5-023 દરમિયાન કરચીયા ખાતે આવેલી ગેસની ટેન્ક બનાવતી કંપનીમાંથી થયેલા ઇન્સ્ટ્રુમેન્ટની ચોરી થઇ હતી. આ બનાવની ફરિયાદ જવાહર પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં ભંગાર ભેગો કરતી 8 મહિલાઓ દ્વારા ચોરી કરી હોવાની વિગતો મળતા પોલીસે તમામ આઠ મહિલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચોરીનો સામાન કબ્જે કરાયો
ચોરીના આ બનાવ અંગે જવાહરનગર પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ધર્મન્દ્રસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇને માહિતી મળી હતી કે, કરચીયા ગામની સીમમાં આવેલી જી.આર. એન્જિનીયરીંગ કંપનીમાં કરચીયા-બાજવા રોડ ઉપર આવેલ પાર્વતીનગરમાં રહેતી અને ભંગાર ભેગો કરતી મહિલાઓએ ચોરી કરી છે. જે માહિતીના આધારે જવાહરનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ જવાહરનગર પોલીસ મથકના સ્ટાફે એક પછી એક આઠ મહિલાઓને ચોરીના સામાન સાથે ધરપકડ કરી હતી.

ચોરીનો સામાન કબ્જે કર્યો
ગણતરીના કલાકોમાં જ 1.44 કરોડના સામાનની ચોરીનો પર્દાફાશ કરનાર જવાહરનગર પોલીસ દ્વારા આ ચોરીના બનાવમાં કરચીયા-બાજવા રોડ ઉપર આવેલ પાર્વતીનગરમાં રહેતા લીલા ભલાભાઇ પરમાર, અમીતા મહેશભાઇ હરીજન, પારુલ કપિલભાઇ ચૌહાણ, જીવી રાજેન્દ્રભાઇ હરીજન, કપિલા ભગવાનભાઇ હરીજન, સુમિત્રા ઉર્ફ સંગીતા રમેશભાઇ હરીજન, રેશ્મા ધર્મેન્દ્રભાઇ પરમાર અને રેવા બુધાભાઇ હરીજનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આઠ મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવેલ તમામ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.

 

આ પણ  વાંચો- સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી, ફૂડ કોર્ટ સીલ કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ  દિકેશ સોલંકી, વડોદરા