Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની સાથે 8 મંત્રીઓ શપથ લેશે, જુઓ યાદી

10:39 AM May 20, 2023 | Hardik Shah

કર્ણાટકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામોને ફાઈનલ કર્યા બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત અનેક ધારાસભ્યો આજે નવા કેબિનેટ માટે શપથ લેશે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો ડૉ. જી પરમેશ્વરા, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાન આજે મંત્રી તરીકે શપથ લેશે.

સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

કર્ણાટકમાં આજે નવી સરકાર બનવા જઈ રહી છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સિવાય આજે માત્ર આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. આ જાણકારી ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, કુલ 28 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. સિદ્ધારમૈયા અને શિવકુમારની બંને છાવણીને સમાન હિસ્સો આપવાની વાત પણ ચાલી રહી છે. કોંગ્રેસના જે ધારાસભ્યોને આજે મંત્રી બનાવવામાં આવશે તેમાં ડૉ. જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જારકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાનના નામનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પ્રિયંક કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો પુત્ર છે. જણાવી દઇએ કે, સિદ્ધારમૈયા અને શિવકુમાર 10 જનપથ પહોંચ્યા અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને શપથ લેવા આમંત્રણ આપ્યું.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું ?

બેંગ્લોર જતા પહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આજે શપથ ગ્રહણ સમારોહ છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત આઠ ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ લેશે. હું પણ તેમાં ભાગ લેવા માટે ત્યાં જઈ રહ્યો છું. કર્ણાટકમાં નવી સરકાર અને મજબૂત સરકાર આવી છે તે ખુશીની વાત છે. આનાથી કર્ણાટકનો વિકાસ થશે અને સાથે જ દેશમાં સારું વાતાવરણ સર્જાશે.

સિદ્ધારમૈયાના ઘરની બહાર પરંપરાગત સંગીતનાં સાધનો વગાડવામાં આવ્યાં

કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘરની બહાર પરંપરાગત સંગીતના સાધનો વગાડવામાં આવ્યાં હતાં. સવારથી જ તેમના સમર્થકોની ભીડ ત્યાં ઉમટી પડી હતી. સિદ્ધારમૈયાના રાજ્યાભિષેકથી તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. લોકોએ ગીતો ગાયા અને મીઠાઈઓ પણ વહેંચી.

વિપક્ષી એકતાના પ્રયાસો

ખડગેએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, NCP વડા શરદ પવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત અન્યોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, મમતા બેનર્જી તેમાં હાજરી આપશે નહીં.

મમતા બેનર્જી સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં હાજરી આપશે નહીં

સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અહીં હાજર રહેશે નહીં. જોકે, આ કાર્યક્રમમાં તેમની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ મમતાના કાર્યક્રમમાં સામેલ ન થવાને નિરાશાજનક ગણાવી રહી છે.

આ પણ વાંચો – કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર, જાણો શું કર્યું એલાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ