+

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછુ દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે.

  • સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ
  • સૌથી ઓછું દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ
  • સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ
  • સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 54.67 ટકા પરિણામ
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311
  • રાજ્યમાં 44 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું
  • ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ પરિણામમાં મારી બાજી
  • વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

SMSથી પણ જાણી શકાશે પરિણામ

આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

આ પણ વાંચો : ‘આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો’..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન

Whatsapp share
facebook twitter