Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક મહિનામાં બેંકોમાં કેટલી 2 હજારની નોટો આવી? RBI એ રિપોર્ટમાં જણાવ્યા આંકડા

10:16 AM Jun 25, 2023 | Viral Joshi

ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ રૂ. 2,000 ની નોટો ચલણમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, RBI એ નાગરિકોને આ નોટ બેંકમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. બેંકોમાં ઓપરેશનલ સગવડતા સુનિશ્ચિત કરવા RBI એ બેંકોને જણાવ્યું હતું. RBI એ એમ પણ કહ્યું છે કે 23 મે, 2023 થી, કોઈપણ બેંકમાં એક સમયે અન્ય મૂલ્યોની નોટો માટે રૂ. 2000 ની નોટ બદલી શકાશે.

નોટ પરત ખેંચવાનો નિર્ણય

નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા છે. RBI એ ગયા મહિને એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકની ક્લીન નોટ પોલિસીના અનુસંધાનમાં 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2,000 રૂપિયાની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

નોટબંધી બાદ જાહેર કરી હતી 2 હજારની નોટ

RBI એ વર્ષ 2016માં નોટબંધી પછી રૂ. 2 હજારની નોટ જાહેર કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી માર્કેટમાં રૂ. 2 હજારની નોટ નહોતી જોવા મળી રહી. આ સંબંધિત જાણકારી સરકારે સંસદમાં પણ આપી હતી. દેશમાં રૂ. 2 હજારની નોટ સૌથી વધારે ચલણમાં 2017-18 દરમિયાન રહી આ દરમિયાન બજારમાં રૂ. 2000ની 33,630 લાખ ચલણી નોટો હતી જેનું કુલ મુલ્ય 6.72 લાખ કરોડ હતું.

રિપોર્ટમાં આપી મહત્વની જાણકારી

રિઝર્વ બેંકે પોતાના વાર્ષિક રિપોર્ટમાં રૂ. 2 હજારની નોટને લઈને મહત્વની જાણકારી આપી હતી. રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ પ્રમાણે નાણાંકિય વર્ષ 2019-20, નાણાંકિય વર્ષ 2020-21 અને નાણાંકિય વર્ષ 2021-22માં રૂ. 2 હજારની એક પણ નોટ છપાઈ નથી. તેના કારણે બજારમાં રૂ. 2 હજારની નોટોનું સર્ક્યૂલેશન ઘટ્યું.

આ પણ વાંચો : 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.