+

દેશભરમાં કોરોનાનો કેર! નવા 702 કેસ નોંધાયા, 24 કલાકમાં 6 લોકોના મોત

દેશભરમાં કોરોના માહામારીએ ફરી એકવાર દસ્તક દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોરોનાના એક્ટિવ કેસોને લઈને મોટી અપડેટ સામે આવી છે. માહિતી મુજબ,…

દેશભરમાં કોરોના માહામારીએ ફરી એકવાર દસ્તક દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોરોનાના એક્ટિવ કેસોને લઈને મોટી અપડેટ સામે આવી છે. માહિતી મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 702 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે કોરોના લીધે 6 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી છે.

દેશમાં જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે. તેમ તેમ કોરોના કેસોની રફતાર પણ વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 702 નવા કેસ નોંધાયા છે, જેણે દેશના આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. આ પહેલા પણ દેશમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા. આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. મંત્રાલય મુજબ, આ સાથે હવે દેશમાં કોરોના કેસોની સંખ્યા 4097 એ પહોંચી છે. દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના મહામારીના કારણે કુલ 6 લોકોના મોત નીપજ્યા છે. મહારાષ્ટ્રમાં 2 જ્યારે દિલ્હી, કેરળ, કર્નાટક અને પશ્ચિમ બંગાળમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે.

નવા સબ વેરિયન્સ JN. 1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં

બુધવારની વાત કરીએ તો 24 કલાક દરમિયાન દેશભરમાં 529 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે આ દરમિયાન 5 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. બુધવારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોવિડ-19ના કારણે બે અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું હતું. જોકે, બાદમાં મહારાષ્ટ્રમાંથી કોરોના વાયરસના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાયા છે. કોરોનાના નવા સબ વેરિયન્ટ JN. 1 ની વાત કરીએ તો દેશભરમાં કુલ 110 નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આ નવા વેરિયન્ટના સૌથી વધુ 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગાનામાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો છે.

 

આ પણ વાંચો- Tamil Nadu : કોરોના પોઝિટિવ આવ્યા બાદ DMDK ના સ્થાપક વિજયકાંતનું નિધન, CM સ્ટાલિને આપી શ્રદ્ધાંજલિ

Whatsapp share
facebook twitter