Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાલનપુરના 7 વર્ષના માધવનને જોઇને સૌ કોઇ થાય છે આશ્ચર્યચકિત…! વાંચો, અનોખી પ્રતિભા વિશે

03:18 PM Apr 27, 2023 | Vipul Pandya
પ્રતિભા અને કલાકારી કોઈ અમીરી કે ગરીબી જોઈને નથી આવતી પરંતુ તે જન્મજાત વ્યક્તિમાં આવી જતી હોય છે. આવો જ એક અનોખી પ્રતિભા ધરાવતો અનોખો બાળક બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં  છે. આ નાનકડા બાળકમાં એક વૃધ્ધ કરતા પણ અનેકગણું ભારતીય અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન છે.

માધવન સંસ્કૃત ભાષાના શ્લોકોનું કડકડાટ ગુજરાતીમાં ઉચ્ચારણ કરે છે
આ બાળકનું નામ છે માધવન ઠાકર જે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં રહે છે.જોકે આ 7 વર્ષના બાળકમાં સંસ્કૃતિ પ્રત્યેનું એવું જ્ઞાન છે કે આપ પણ સાંભળીને ચોંકી જશો. હિન્દુ સંસ્કૃતિમાં આપે ભાગવત ગીતા,રામાયણના નામ તો સાંભળ્યા હશે. આ હિન્દુ સંસ્કૃતિના બન્ને ગ્રંથો તો આ પાંચ વર્ષીય બાળક મોંઢે ઉચ્ચારી લે છે અને તેમાં આલેખાયેલા અનેક સંસ્કૃત ભાષાના શ્લોકોનું કડકડાટ ગુજરાતીમાં ઉચ્ચારણ પણ કરી લે છે. માધવનને રામાયણ, મહાભારત ની સાથે સાથે અનેક એવા શ્લોકો પણ મોંઢે છે જે બોલતાની સાથે સાંભળનારાઓનું દિલ જીતી લે છે….

માધવનના મુખેથી શ્લોકો કે રામાયણ-મહાભારત સાંભળી સૌ કોઈ મંત્રમુગ્ધ
 માધવન જ્યારે તેની માતાની કુખમા હતો તે સમયે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે તેની માતા સલોનીબેને રામાયણ, મહાભારત સહિત અનેક ગ્રંથોનું વાંચન કર્યું હતું અને અનેક કોયડા ઉકેલ્યા હતા.જો કે તે બાદ માધવનનો જન્મ થયો અને ઘરમાં બોલાતા મંત્રો પૂજા વિધિમાં માધવન રસ ધરાવતો હતો જેને લઇ તેના માતા પિતાને માધવનને સંસ્કૃતિ તરફ વાળવાનો વિચાર આવ્યો અને ત્યારથી જ તેના માતા પિતાએ તેને હિન્દુ સંસ્કૃતિક ગ્રંથોનું જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું. માધવન પોતાની વય ઓછી હોવાને કારણે વાંચન તો નથી કરી શકતો પરંતુ તેનાં માતા પિતાના મોઢે સાંભળેલું સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન તરત જ યાદ કરી લે છે. આ માધવનની આ અનોખી પ્રતિભાથી માધવનના પરિવારજનો તો ખરી જ પરંતુ આસપાસના જે કોઈ લોકો માધવનના મુખેથી શ્લોકો કે  રામાયણ કે મહાભારત સાંભળી લે છે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી  મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં
રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા  આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને