Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Harani Lake : પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

07:05 PM Jan 30, 2024 | Vipul Pandya

Harani Lake : વડોદરા (Vadodara )માં હરણી તળાવ (Harani Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં ગુજરા હાઇકોર્ટે પણ સુઓમોટો લીધી છે અને તેની સુનાવણી હાલ ચાલી રહી છે. દરમિયાન વડોદરા પોલીસના હાથે ઝડપાયેલા વધુ 4 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે વિવિધ મુદ્દા પર તપાસ કરવા માટે રિમાન્ડ મેળવ્યા છે.

ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના કેસમાં અત્યાર સુધી પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 13 આરોપીને ઝડપી પાડ્યા છે. દરમિયાન આ કેસમાં ઝડપાયેલા 4 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાયા હતા. કોર્ટે ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે તેજલ, નેહા અને જતીન દોશીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા

પોલીસે નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને તેજલ અને નેહા દોશીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઉગ્ર દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓને પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. રિમાન્ડ દરમ્યાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરાશે તથા પરદા પાછળ આરોપીઓને કોણ મદદ કરતું હતું તેની પણ તપાસ થશે.

લેક ઝોનના કરારનો ઝીણવટપૂર્વક અભ્યાસ

તપાસ દરમિયાન લેક ઝોનના કરારનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવામાં આવશે અને ભાગવામાં કોણે મદદ કરી તે મુદ્દે ઝીણવટ પૂર્વક તપાસ થશે. આ સિવાય પ્રોજેક્ટમાં અન્ય કોને નાણાકીય મદદ કરી તેની પણ તપાસ કરાશે.

નિલેશ જૈનને લેકઝોનનો સબ કોન્ટ્રકટ

ઉલ્લેખનિય છે કે પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને લેકઝોનનો સબ કોન્ટ્રકટ આપ્યો હતો અને નિલેશ જૈન બોટ અને રાઈડ્સનું સંચાલન કરતો હતો. કોટિયા પ્રોજેકટ માં તેજલ, નેહા અને જતીન 5 ટકા ના ભાગીદાર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. નેહા અને તેજલ દોશી જતીન દોશી ના પુત્રવધૂ છે

18 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો

આ પહેલા બનાવને પગલે પોલીસ દ્વારા કોટિયા પ્રોજેક્ટસના તમામ ભાગીદારો તથા લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટર મળી કૂલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં હિતેષ કોટિયા કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા. તેમનુ પણ નામ પોલીસે ફરીયાદમાં ઉમેર્યું હતુ. કોટિયા પ્રોજેક્ટસના ત્રણ ભાગીદાર અને લેકઝોનના મેનેજર તથા બે ઓપરેટર મળી કૂલ 6 લોકોની પોલીસે પ્રથમ ધરપકડ કરી તેમની પુછતાછ હાથ ધરી હતી.

આ પણ વાંચો—-HARANI LAKE : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 13 ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ