Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GCCI દ્વારા અમદાવાદ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

08:31 PM Feb 12, 2024 | Harsh Bhatt

GCCI દ્વારા WWM ઇન્ટરનેશનલ, USA, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત ઉપક્રમે સોમવાર, તા. 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ, રામદેવનગર, અમદાવાદ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

GCCI ના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ અને સમગ્ર પદાધિકારીઓની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. ઉદ્ઘાટન સત્રમાં શ્રી ડી.એમ. ઠાકર, સભ્ય સચિવ, GPCB મુખ્ય અતિથિ તરીકે અને સુશ્રી પેટ્રિશિયા થેરેસા ફ્લિન, વાઇસ પ્રેસિડેન્ટ – MWRDGC, USA તથા સુશ્રી એના મ્યુલર અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ધારાસભ્ય આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સેમ પપ્પુ, પ્રમુખ, WWM ઈન્ટરનેશનલ, USA, અને વિશ્વભરમાંથી 30 થી વધુ અગ્રણી નિષ્ણાતો પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓએ આ અધિવેશનને સંબોધિત કર્યું હતું.

તમામ આમંત્રિતો અને પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું

GCCIના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીઅર દ્વારા ઉદ્ઘાટન સત્ર દરમિયાન તમામ આમંત્રિતો અને પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ સસ્ટેનેબલ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પાણી અને કચરા મેનેજમેન્ટના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ ઉલ્લેખ કર્યો કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પર્યાવરણ માટે મિશન LIFE -Lifestyle for Environment દ્વારા આ દિશામાં અસરકારક અને સમયસર પગલાં લેવા પર ભાર મૂક્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ કોન્ફરન્સ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ પર ઝીરો ઈમ્પેક્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગોની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ તેમજ એક પહેલ છે.

શ્રી સેમ પપ્પુ, પ્રમુખ, WWM ઇન્ટરનેશનલ, USA દ્વારા તેમના સંબોધનમા જણાવવામાં આવ્યું હતું કે પાણી અને કચરાનું મેનેજમેન્ટ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે ભારત માટે વૈશ્વિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ક્ષેત્રમાં અગ્રણી બનવાનો સમય આવી ચુક્યો છે.

પાણી એક અમૂલ્ય કુદરતી સંસાધન છે જેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત કરવાની જરૂર

WWM ઇન્ટરનેશનલ, USAના સલાહકાર શ્રી મો. અબ્દુલ નયીમે તેમના સંબોધનમા જણાવ્યું હતું કે, પાણી એક અમૂલ્ય કુદરતી સંસાધન છે જેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત કરવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાણીનો બગાડ અટકાવવા અને જળ સંરક્ષણ ના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

શ્રીમતી પેટ્રિશિયા થેરેસા ફ્લિન, વાઇસ પ્રેસિડેન્ટ – MWRDGC, USA એ તેમના સંબોધન દરમિયાન તેમના નિષ્ણાતોની ટીમ અને પાણી અને કચરાના મેનેજમેન્ટ ક્ષેત્રે તેઓની સંસ્થાના યોગદાનનો વિષે માહિતી આપી હતી.

સુશ્રી અન્ના મ્યુલર, ઇલિનોઇસ રાજ્યના ધારાસભ્ય એ સામુદાયિક પ્રણાલી પર આધારિત રિવર સિટી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી જે તેઓના ઇલિનોઇસ રાજ્ય માં તળાવના પાણીના વપરાશ અને ગુણવત્તાની જાળવણી અને દેખરેખ માટે અમલમાં મૂકવામાં આવી છે.

આ કોન્ફરન્સ ટેક્નોલોજીકલ એક્સચેન્જ માટેની તકો શોધવા માટે ઉપયોગી થશે

શ્રી ડી.એમ. ઠાકર, સભ્ય સચિવ, જીપીસીબીએ તેમના સંબોધનમા પાણી અને કચરાના મેનેજમેન્ટ માટે એક સિમ્પોઝિયમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ કોન્ફરન્સ ટેક્નોલોજીકલ એક્સચેન્જ માટેની તકો શોધવા માટે ઉપયોગી થશે. શ્રી ઠાકર એ પાણી અને કચરાના મેનેજમેન્ટની દિશામાં જીપીસીબીની અનેકવિધ પહેલો વિશે માહિતી આપી હતી તેમજ ઉમેર્યું હતું કે જીપીસીબી હવે માત્ર કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું નથી, પરંતુ કચરાના વર્ગીકરણ અને ઉપયોગ માટે અત્યાધુનિક તકનીકોના નાના ઉદ્યોગો અને વસાહતોમાં કસ્ટમાઇઝેશન જેવા ક્ષેત્રોમાં પણ આગળ વધી રહેલ છે. તેમણે ઉમેર્યું કે GPCB હવે પાણી અને કચરાના મેનેજમેન્ટ માટે SOPs ઘડવા અને અસરકારક દેખરેખ માટે વહીવટી સાધનો તૈયાર કરવાનો લક્ષ્યાંક ધરાવવા બાબતે પણ કટિબદ્ધ છે.

જીસીસીઆઈના પર્યાવરણ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અંકિત પટેલ દ્વારા આભાર વિધિ સાથે ઉદ્ઘાટન સત્ર નું સમાપન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સત્ર પછી વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ પર બે ટેકનિકલ સત્રો યોજાયા 

જળ મેનેજમેન્ટ સત્રમાં પાણી અને વેસ્ટ પાણીના ક્ષેત્રમાં દેખરેખ અને કોમ્પ્લાયન્સ પર ડૉ. પ્રકાશમ ટાટા દ્વારા પ્રેઝન્ટેશન ઉપરાંત ડો. કુલદીપ કુમાર દ્વારા “બિયોન્ડ બાઉન્ડરીસ: – વોટર મેનેજમેન્ટ ઓવરરાઇડ પ્લાન્ટ્સ ફોર કલાઇમેટ રેસિલિઅન્સ એન્ડ ઇકોલોજીકલ રિન્યુઅલ” વિષય પર,  શ્રી દીપક દાવડા, CEO, GESCS દ્વારા ઇનોવેટિવ વેઝ ટુ એચિવ નોર્મ્સ – કેસ સ્ટડી CETP Vatva વિષય પર, શ્રી સ્ટીફન મેકક્રેકન દ્વારા વોટરશેડ મેનેજમેન્ટ પર, શ્રી પિનાકિન દેસાઈ દ્વારા ઉર્જા કાર્યક્ષમતા અને પ્લાન્ટ ઓટોમેશન અને શ્રી હિતેશ શાહ દ્વારા ઓપરેટશનલ રેલીયાબીલિટી એન્ડ સ્ટોર્મ વોટર એટ MWRDGC વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા.

વેસ્ટ મેનેજમેન્ટ સત્રમાં શ્રી હેડન સ્લોન દ્વારા ઝીરો વેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જની અસરોને ઘટાડવામાં તેની ભૂમિકા, ધોળકિયા ફાઉન્ડેશનના સીઈઓ શ્રી કેઝિયા ગેરોસાનો દ્વારા સ્ટ્રાઈવ્સ ફોર એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી પર, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર શ્રી પ્રીતમ તાંબે, QA લીડર, હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ દ્વારા પ્રેઝન્ટેશન, રોલ ઓફ બિઝનેસ ઈન વર્લ્ડ ક્લીનઅપ વિષય પર શ્રી પાલ માર્ટેન્સન દ્વારા પ્રેઝન્ટેશન, વેસ્ટ મેનેજમેન્ટમાં સર્ક્યુલર અર્થવ્યવસ્થા: કેસ સ્ટડી નોવેલ પર શ્રી દીપક દાવડા,સીઈઓ, નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ દ્વારા પ્રેઝન્ટેશન, સુશ્રી ક્રિસ્ટીએન ડી ટુર્ને બિરખાહન દ્વારા ઝીરો વેસ્ટ બિઝનેસ કેસ સ્ટડીઝ પર તેમજ સુશ્રી રૂથ એબે દ્વારા ઝીરો વેસ્ટ બિઝનેસ સર્ટિફિકેશન પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા.

ટેકનિકલ સત્રો પછી ડો. સ્ટીફન શર્મા, શ્રી ટોમ કુનેઝ, શ્રીમતી રૂથ અબ્બે, શ્રીકાંત યરલાગડ્ડા, શ્રી ચેતન કાલે, શ્રી ભાનુ પ્રકાશ, શ્રી ક્રિશ રામલિંગમ અને શ્રી હરેશ ભુટા સાથે “ઊર્જા, પાણી અને કચરાના મેનેજમેન્ટ ક્ષેત્રોમાં વૈશ્વિક વ્યાપાર માટેના પડકારો” વિષય પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી. પેનલ ચર્ચા નું સંચાલન શ્રી ઉપેન્દ્ર ચિવુકુલા દ્વારા કરવામાં આવ્યું.

આ પણ વાંચો — BSF ગાંધીનગરમાં 12મા રોજગાર મેળાનું આયોજન, PM MODI વર્ચ્યુઅલ રીતે રહ્યા ઉપસ્થિત