Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Election ના ચોથા તબક્કામાં 67.25 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન…

07:54 AM May 14, 2024 | Dhruv Parmar

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના ચોથા તબક્કાનું મતદાન સોમવારે સમાપ્ત થયું હતું. આ તબક્કામાં દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થયું હતું. ચોથા તબક્કાના મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને 2019 ની ચૂંટણીની મતદાન ટકાવારીને પાછળ છોડી દીધી છે. મોડી રાત્રે ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા ચૂંટણી ડેટા અનુસાર, ચોથા તબક્કામાં દેશની વિવિધ લોકસભા સીટો પર કુલ 67.25 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું. તમને જણાવી દઈએ કે આ આંકડા સંભવિત છે. ચૂંટણી પંચ થોડા દિવસોમાં નવા આંકડા જાહેર કરશે જેમાં મતદાનની ટકાવારી થોડી વધી શકે છે.

2019 ની ચૂંટણી કરતાં વધુ મતદાન…

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના ચોથા તબક્કામાં 67.25 ટકા મતદાન થયું હતું, જે 2019 ની ચૂંટણીના આ તબક્કા કરતાં 1.74 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કા બાદ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 379 બેઠકો પર અત્યાર સુધીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે.

કયા રાજ્યમાં કેટલું મતદાન?

ચોથા તબક્કામાં તેલંગાણાની તમામ 17, આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. જેમાં પશ્ચિમ બંગાળ 78.44 ટકા મતદાન સાથે સૌથી આગળ રહ્યું. આંધ્ર પ્રદેશમાં 78.25 ટકા અને ઓડિશામાં 73.97 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 71.72 ટકા, બિહારમાં 57.06 ટકા, ઝારખંડમાં 65.31 ટકા, મહારાષ્ટ્રમાં 59.64 ટકા, તેલંગાણામાં 64.87 ટકા અને ઉત્તર પ્રદેશમાં 58.05 ટકા મતદાન થયું હતું. શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં 37.98 ટકા મતદાન થયું, જે દાયકાઓમાં સૌથી વધુ છે.

આગામી તબક્કાની ચૂંટણી ક્યારે યોજાશે?

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના 4 તબક્કા પૂર્ણ થયા છે અને આ તમામ તબક્કામાં અનુક્રમે 66.14 ટકા, 66.71 ટકા, 65.68 ટકા અને 67.25 ટકા મતદાન નોંધાયું છે. દેશમાં આગામી ત્રણ તબક્કા માટે 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. તમામ સીટો માટે મતગણતરી 4 જૂને થશે.

આ પણ વાંચો : Sushil Modi: રાજ્યસભાના સભ્ય અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું નિધન

આ પણ વાંચો : PM Modi: વારાણસીમાં રોડ શો બાદ બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા

આ પણ વાંચો : ગુસ્સે ભરાયા તેજ પ્રતાપ યાદવ, પોતાની જ પાર્ટીના નેતાને માર્યો ધક્કો, Video