Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અરવલ્લી જિલ્લાના 50 ખેડૂતોએ કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લીધી

04:27 AM Apr 26, 2023 | Vipul Pandya

રાજ્યના ખેડૂતો માટે આત્મા દ્વારા સંચાલિત પ્રેરણા પ્રવાસ અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારાની અરવલ્લી જિલ્લાના 50 પ્રગતિશીલ ખેડૂતોએ મુલાકાત લઇને કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન વિષયક પ્રયોગ તેમજ નિદર્શનને નિહાળ્યું હતું


જિલ્લાની ખેતીની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
કેન્દ્રના વડા અને સહસંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. જી.પટેલ દ્વારા ખેડૂતોને કચ્છ જિલ્લાની ખેતીની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેન્દ્ર ખાતે આવેલ સૌ ખેડુત ભાઇઓને ફિલ્ડ વિઝીટ દ્વારા શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ) વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી . કેન્દ્ર ખાતે વિકસીત કરવામાં આવેલી ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન, બિજ કાઢવાના ઓજાર, ઘન જીવામૃત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામૃતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ વિગેરે બનાવટ અને પાકસંરક્ષણ તથા પોષણમાં ઉપયોગીતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

કેન્દ્રની મૂલાકાતે આવનાર માર્ગદર્શક અધિકારીશ્રી વિરપાલસિંહ રહેવર અને પિયુષભાઈ પટેલ અને પ્રગતિશીલ ખેડૂત ભાઈઓનું આંતરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિતે મીલેટ ગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીનિલેષ પારગી,શ્રી જવાભાઇ સોલંકી, શ્રીપ્રતિક ભાંખર દ્વારા મીલેટ પાકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલું તથા સોહિલ બાદી, સેહઝાદ બકાલી અને અઝાહાર્હુસેન સોઢા દ્વારા મુલાકાત દરમિયાન સાથ સહકાર આપવામાં આવ્યો હતો. 


કચ્છના ખેડૂતોનો વિદેશ ડંકો વાગી રહ્યો છે
ઉલ્લેખનીય એ છે કે તમામ પાકો કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગે જાણકારી અપાઈ હતી,છેલ્લા લાંબા સમયથી કચ્છના ખેડૂતો વિવિધ પાકને લઈને પ્રગતિ કરી છે,આજે કચ્છના ખેડૂતોનો વિદેશ ડંકો વાગી રહ્યો છે.તે એક હકીકત છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોના પ્રવાસ અંતર્ગત અનેક બાબતો રજૂ થઈ હતી,ક્ચ્છ અને અરવલ્લીના ખેડૂતો કઈ રીતે ખેતી કરે છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

પાક સંરક્ષણ અંગેના નિયમો, તેની ઉપયોગીતા અંગે જાણકારી અપાઈ હતી,ખાસ કરીને મીઠા પાણી અને ખારા પાણી વાળી જગ્યાએ કઈ રીતે વાવેતર થાય તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બન્ને જિલ્લાના ખેડૂતોએ પોતાના વિચારોની આપલે કરી હતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.