Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

45 લાખ જમીનમાં દાટી દઇ , આંગડિયા પેઢીના કર્મચારીએ રચ્યુ હતું પોતાની સાથે લૂંટનું ષડયંત્ર

07:31 PM May 30, 2023 | Vishal Dave

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 45 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઇ જવાની ઘટનાનો આખરે ભેદ ઉકેલાયો છે. ઘટનામાં આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલે કહ્યું હતું કે તેને ચાર લૂંટારું ભૂત મામાની ડેરી નજીક આતરીને ચપ્પુ બતાવી આંખોમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. પરંતુ તપાસ બાદ જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી.. આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલે જાતે જ લૂંટનું ષડયંત્ર રચ્યુ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

બનાવની કેફિયત જે રીતે લૂંટનો ભોગ બનવાનું નાટક કરનાર ભરત પટેલે રજુ કરી હતી તે પ્રમાણે પોતે એક્ટિવા લઈને ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને ગાડીની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યો હતો. આ સમયે તેમની પાછળ બે બાઈક ઉપર આવેલા 4 ઈસમો તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા 45 લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં.

તેણે કહ્યું હતું કે લૂંટની ઘટના બાદ તેના મોઢા ઉપર પડેલી મરચાની ભૂકી પાણીથી ધોવા માટે અડધો કિલોમીટર દૂર સુધી પોતાની એકટીવા લઈને આવ્યો હોય સાથે લૂંટારુઓએ ચપ્પુની અણી બતાવી હોય તેવો આક્ષેપ કર્યો હતો પરંતુ આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલ ઉપર મરચાની ભૂકી નખાઈ હોય તેવા કોઈ અણસાર જોવા મળ્યા નહોતા અને લૂંટની ઘટના પણ ઉપચાવી કાઢી હોવાનું જણાઇ આવ્યું હતું.. જે બાદ આંગડિયા પેઢીના કર્મચારીનો મોબાઇલ પણ લઈ ગયા હોવાની રજૂ કરવામાં આવી છે જેના પગલે સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના પણ શંકાના દાયરામાં હોઇ પોલીસે ફરિયાદીની ફરિયાદ લેવાની કવાયત હાથ ધરી હતી

તપાસમાં સામે આવ્યુ હતું કે આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલે છાપરા પાટીયા નજીક આવી લુંટનો ભોગ બન્યો હોવાનું ષડયંત્ર રચી પોતાની પાસે રહેલા રોકડા રૂપિયા 45 લાખ નજીકમાં જમીનમાં દાટી દીધા હતા, અને પોતાની સાથે લૂંટ થઇ હોવાનું ષડયંત્ર ઉભું કર્યું હતું પરંતુ પોલીસે જીણવટ ભરી તપાસ કરી આખરે લુટનું ષડયંત્ર રચનાર ભરત પટેલ ને ઝડપી પાડતા સમગ્ર લુટનો ભેદ ઉકેલાઈ ગયો હતો જેમાં ફરિયાદી જ આરોપી બની ગયો હતો.