Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: દુષ્કર્મના કેસમાં અમરેલીના 5 આરોપીઓને આજીવન કેદ, નંદાસણના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

10:08 AM Sep 20, 2024 |
  1. સાગીરાને ભગાડીને લઈ જઈ દુષ્કર્મના આરોપમાં યુવક 20 વર્ષની સજા
  2. કોર્ટે 2022 ના અપહરણ, પોક્સો અને દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા
  3. સગીરા પર બળાત્કાર ગુજારનાર 5ને આજીવન કેદની સજા ફટકારી
  4. 2019 ના કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Gujarat: ગુજરાતમાં અત્યારે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. વિગતે વાત કરવામાં આવે તો, કડી તાલુકાની એક સગીર વયની યુવતીને એક યુવક ભગાડી અમદાવાદ ગયો હતો. મહેસાણા જિલ્લાના નંદાસણના આરોપીએ સગીરાને 8 દિવસ રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહેલાણા સ્પેશિયલ પોક્સો જજે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે સાથે આરોપીને કડક સજા સાથે 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો: મહિલાને બદનામ કરવા પોસ્ટ શેર કરી લખ્યાં વાંધાજનક લખાણ, આરોપી આવ્યો પોલીસ સકંજામાં

આરોપીએ આઠેક દિવસ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું

વધુ વિગતે વાત કરવામાં આવે તો, નવાપુરા( નંદાસણ)ના યુવક જેનું નામ અલ્પેશ રાવળને કોર્ટે સજા ફટકારી છે. આરોપીએ સગીરાને 22/06/2024 માં લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ સાથે આરોપી મહિલાને અમદાવાદ લઈને આવ્યો અને અહીં આઠેક દિવસ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આરોપી અલ્પેશ સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી આ મામલે તપાસ અને કથ્યોના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે. અલ્પેશ સામે આઈપીસી કલમ 363 હેઠળ બે વર્ષની સજા અને 2 હજારનો દંડ, કલમ 366 હેઠળ પાંચ વર્ષની સજા અને 3 હજારનો દંડ તથા પોક્સોની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડનો ફટકાર્યો છે. આ સાથે પીડિત પરિવારને આરોપીએ 1 લાખ ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભણવા ગયેલી બાળકીનો શાળા કેમ્પસમાંથી મળ્યો મૃતદેહ, સર્જાયા અનેક તર્કવિતર્ક

2019 ના દુષ્કર્મના કેસમાં પાંચ આપોઓને આજીવન કેદની સજા

અમરેલી કોર્ટે પણ 2019 ના રેપ કેસમાં પાંચ આપોઓને આજીવન દુષ્કર્મના સજા ફટકારી છે. નોંધનીય છે કે, વિશેષ ન્યાયાધીશ (પોક્સો) ડીએસ શ્રીવાસ્તવે પીડિતાને વળતર તરીકે 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ઈમરાન સૈયદ (30), યાહિયા લુલાનિયા (25), જાવેદ પઠાણ (27), અસગર મજીઠીયા (27) અને અરબાઝ ભટ્ટી (24)ને દોષિત ઠેરવ્યા હતા. આ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આપોઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યાથી છુટકારો ક્યારે ? તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ