+

PM MODIના હસ્તે 4400 કરોડના પ્રોજેક્ટની ભેટ, ‘અમૃત આવાસોત્સવ’ હેઠળ 42,441 આવાસનું લોકાર્પણ

ગાંધીનગરમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. અમારી સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે જાતિ કે ધર્મ…
ગાંધીનગરમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.
અમારી સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે જાતિ કે ધર્મ જોતી નથી
કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે  પીએમ આવાસ યોજના ગરીબોને શક્તિ આપવાની સાથે સાથે મહિલા સશક્તિકરણ પણ કરી રહી છે. છેલ્લા 9 વર્ષમાં ગરીબ પરિવારોને લગભગ 4 કરોડ પાકાં મકાનો આપવામાં આવ્યા છે, જેમાંથી 70% મકાનો મહિલા લાભાર્થીઓના નામે છે. આ એવી બહેનો છે જેમના નામે પહેલીવાર પ્રોપર્ટી નોંધાઈ છે. સરકાર પોતે જ યોજનાના લાભાર્થીઓ સુધી જઈ રહી છે. આ અભિગમથી મોટા પાયે ભ્રષ્ટાચાર અને ભેદભાવનો અંત આવ્યો છે. અમારી સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે જાતિ કે ધર્મ જોતી નથી કારણ કે મને લાગે છે કે જ્યાં કોઈ ભેદભાવ નથી ત્યાં જ સાચી બિનસાંપ્રદાયિકતા છે.
એવી બહેનોને અભિનંદન આપું છું જેમને આજે તેમનું કાયમી ઘર મળ્યું
આ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે  હું ફરી એકવાર તમામ લાભાર્થીઓને, ખાસ કરીને એવી બહેનોને અભિનંદન આપું છું જેમને આજે તેમનું કાયમી ઘર મળ્યું છે. ગુજરાતમાં ભાજપની સરકારને પુનરાગમન થયાને હજુ થોડા મહિના જ થયા છે, પરંતુ વિકાસની જે ગતિએ તેજી આવી છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવ્યું હતું.
સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો  કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી
7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવી. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
 ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter