Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમમાં 4 લોકો ડૂબ્યા, સગ્ગા ભાઈ-બહેન સહિત 3ના મોત

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

મકરસંક્રાંતિની સંઘ્યાએ જુનાગઢથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ઉતરાયણ પર્વ પર ફરવા ગયેલા 4 લોકો માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોના મોત થયાં છે જ્યારે 1ની સારવાર ચાલી રહી છે.
મકરસંક્રાંતિનો તહેવાર માળીયાહાટીના તાલુકામાં માતમમાં ફેરવાયો હતો. ભાખરવડ ડેમમાં ચાર વ્યક્તિ ડૂબી જતા સગા ભાઈ બહેન સહિત ત્રણના મૃત્યુ થયા હતા જ્યારે એક વ્યક્તિ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
માળીયાહાટીના તાલુકાના બુધેચા ગામના દિનેશપુરી કાળુપુરી ગોસ્વામી અને તેમના ભાઈ ચેતનપુરી કાળુપુરી ગોસ્વામી બંને ભાઈઓ તેમના મામાના દીકરા કેશોદ તાલુકાના થલ્લી ગામના હિતેશગીરી રમેશગીરી મેઘનાથી અને તેમના બહેન હેતલબેન રમેશગીરી મેઘનાથી આ બંને કેશોદ તાલુકાના થલ્લી ગામના સગા ભાઈ બહેન છે એટલે આમ મામા ફઈના ચારેય ભાઈ બહેન બપોરના સુમારે ભાખરવડ ડેમ પાસે પોતાના સગાની વાડીએ ફરવા આવ્યા હતા અને ભાખરવડ ડેમ ફરવા આવ્યા હતા દરમિયાન હેતલબેનનો પગ લપસી અને ડેમમાં ડૂબવા લાગ્યા હતા, આ જોઈને તેમના ભાઈઓ બચાવવા ગયા હતા અને એક બાદ એક ચારેય લોકો ડેમમાં ડૂબવા લાગ્યા હતા અને જોતજોતામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મૃતકોના નામ 
1) હેતલબેન રમેશગીરી ભીખનગીરી મેઘનાથી (ઉ.વ. 17,રહે. થલ્લી તા. કેશોદ)
2) જીતેન્દ્રગીરી રમેશગીરી મેઘનાથી (ઉ.વ. 21, રહે. થલ્લી તા. કેશોદ)
3) દીનેશપરી કાળુપરી ગોસ્વામી (ઉ.વ. 22, રહે. બુધેચા તા. માળીયા હાટીના)
સારવાર હેઠળ 
1) ચેતનપરી કાળુપરી ગોસ્વામી (ઉ.વ. 25, રહે. બુધેચા તા. માળીયા હાટીના)
બનાવની જાણ થતાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, જીલ્લા ભાજપ અગ્રણી લક્ષ્મણભાઈ યાદવ તથા આસપાસના ગામોના સરપંચો સહીતના નેતાઓ આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.
ઉત્તરાયણના તહેવારના દિવસે આ ઘટના બનતા પોલીસ અને ફાયર વિભાગની સાથે સાથે વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતા જ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે જ એકીસાથે ત્રણ ત્રણ યુવાન મૃત્યુ થી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.