Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RAM MANDIR માં 4 લાખ ભક્તોએ કર્યા દર્શન, ભીડ જોઈને અયોધ્યા જતી તમામ રૂટની બસો કરી બંધ

09:16 PM Jan 23, 2024 | Hiren Dave

RAM MANDIR : અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામચંદ્રની પ્રતિમાને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પછી બીજા દિવસે એટલે કે મંગળવાર 23 જાન્યુઆરીથી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા છે. જે બાદ ભગવાન રામના દર્શન માટેની લાઇન તૂટવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. આજે સાંજે 5:00 વાગ્યા સુધી 4 લાખથી વધુ ભક્તોએ બાળ રામના દર્શન કર્યા હતા.

 

અયોધ્યામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં બાળ રામના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. હાલમાં અયોધ્યામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે. જેના કારણે (RAM MANDIR )માં ભીડ જોવા મળી રહી છે. આજે સવારે 3 વાગ્યાથી ભક્તો લાઈનમાં ઉભા રહેવા લાગ્યા હતા. જે બાદ રામ મંદિર પ્રશાસન ભીડને કાબૂમાં લેવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ સુરક્ષા વ્યવસ્થા તોડીને બાલ રામના દર્શન કરવા મંદિર તરફ દોડી ગયા.

સાંજ સુધીમાં 4 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા
ઉત્તર પ્રદેશના માહિતી વિભાગના આંકડા અનુસાર, મંગળવારે સવારથી સાંજના 5 વાગ્યા સુધી 4 લાખથી વધુ ભક્તોએ બાળ રામના દર્શન કર્યા. આ સમાચાર લખાય છે ત્યાં સુધી લાખો લોકો હજુ પણ કતારમાં ઉભા છે. જેઓ નવા (RAM MANDIR )માં ભગવાન શ્રીરામની ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે. આના પર પ્રશાસને કહ્યું કે રાત સુધી લગભગ 2 લાખ વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા યુપી રોડવેઝે અયોધ્યા તરફ જતી બસોને રોકી દીધી છે.

 

અયોધ્યા તરફ જતી બસો કરાઇ  બંધ 
જેના પર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જનરલ મેનેજર મનોજ પુંડિરે કહ્યું કે અયોધ્યા જનારા તમામ રૂટ પર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. સીએમ યોગીની સૂચના બાદ વહીવટીતંત્રના અધિકારીઓ (RAM MANDIR ) કેમ્પસમાં હાજર છે. શ્રી રામ ભક્તોના સરળ દર્શન સુનિશ્ચિત કરવા માટે 8000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને વિશેષ ડીજી (Law and order) પ્રશાંત કુમાર પરિસ્થિતિ પર નજર રાખવા માટે રામ મંદિરની અંદર હાજર છે.

 

આ  પણ  વાંચો  Ramlala idol : સફેદ પથ્થરમાંથી બનેલી રામલલ્લાની પ્રતિમા હવે અહીં સ્થાપના કરાશે