Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND VS AUS: ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત, મેક્સવેલની શાનદાર સદી

11:20 PM Nov 28, 2023 | Hiren Dave

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 222 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 48 બોલમાં અણનમ 104 રન કર્યા છે. આ ઉપરાંત મેથ્યૂ વેડે 16 બોલમાં અણનમ 28 રન કર્યા છે. આ સાથે જ ટ્રેવિસ હેડે 18 બોલમાં 35, એરોન હાર્ડીએ 12 બોલમાં 16, જોશ ઈંગ્લિસે 6 બોલમાં 10, માર્કસ સ્ટોઇનિસે 21 બોલમાં 17 અને ટિમ ડેવિડે 1 બોલમાં શૂન્ય રન કર્યા છે.

ભારતના બોલર્સનું પ્રદર્શન

ભારત માટે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ, આવેશ ખાને 1 ઓવરમાં 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ, અક્ષર પટેલે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ અને અર્શદીપ સિંહે 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 68 રન આપ્યા છે.

 

ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે

આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2 વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ પછી, બીજી મેચ તિરુવનંતપુરમમાં યોજાઈ હતી, જે ભારતીય ટીમે 44 રને જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી. પરંતુ ત્રીજી મેચ હારવાને કારણે આ લીડ હવે 2-1 થઈ ગઈ છે.

ટી-20માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે છે

જો આપણે T20 ઇન્ટરનેશનલ મેચોમાં એકબીજા સામે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય ટીમનો દબદબો દેખાય છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 29 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17માં જીત મેળવી છે. જ્યારે 11 મેચ હારી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી.

આ  પણ  વાંચો –