Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલના મોવિયા ખાતે સંતશ્રી હરદ્દતપુરી બાવાજી બાપુની 372મી પુણ્યતિથીની ધામધૂમપૂર્વક ઉજવણી

08:29 PM Oct 10, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલના મોવિયા ખાતે આવેલા ચૈતન્ય સમાધિ ધામ ખાતે સંતશ્રી હરદ્દતપુરી બાવાજી બાપુની 372મી પુણ્યતિથીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.. સમગ્ર મોવિયા ગામમાં જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.. ઠેરઠેર રોશની, ધજા પતાકા ના શણગાર અને અલગ અલગ સ્થળે વિવિધ ધાર્મિક ફ્લોટ્સ પણ તૈયાર કરાયા હતા.

આજે પણ બાવાજી બાપુના ખોટા સોગંદ કોઈ ખાઈ શકતુ નથી

ઇતિહાસ તરફ નજર નાંખીએ તો શિવજીનાં અનન્ય ભક્ત સંતશ્રી હરદ્દતપરી બાવાજી બાપુએ આશરે ૩૭૨ વર્ષ પહેલા મોવિયા આવી જુદા જુદા બાર નેસને એક કરી મોવિયાનુ તોરણ બાંધી લોકોને અભય વચન આપ્યુ હતુ. તપ અને સાધનાથી શિવજીને પ્રસન્ન કરી વચન માંગ્યુ કે કોઈ મારી માનતા કરશે તો તેનુ કામ આપે કરવુ પડશે. ત્યારથી લઈ આજ સુધી હજારો લોકોએ બાવાજી બાપુની માનતા રાખી ઉચીત ફળ મેળવ્યુ છે. સવંત ૧૭૦૭ પુ. બાવાજી બાપુએ ચૈતન્ય સમાધિ લીધી હતી. ત્યારથી લઈ ને આજ સુધી સાચા ખોટાનાં પારખા માટે કોઈ બાવાજી બાપુનાં ખોટા સોગંદ ખાઇ શકતા નથી. દર સોમવારે દુર દુરથી હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી મોવિયા પૂ. બાવાજી બાપુના સમાધી મંદિરે માનતા ઉતારવા આવેછે.

સંતશ્રી હરદ્તપુરી બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

મોવિયા ગામમાં આજરોજ સંતશ્રી હરદ્દતપુરી બાપુની 372મી પુણ્યતિથિ નિમિતે મોવિયા ગામના રાજમાર્ગો પર ઢોલ નગારા અને ડી.જે. સંગ સમસ્ત ગ્રામજનો શોભાયાત્રા માં હર્ષભેર જોડાયા હતા. બટુક ભોજન, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સહિત અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી પરિવારના શૈલેશપરી ગૌસ્વામી,અજયપરી તથા જયપરી તેમજ કાર્યકર ભાઈઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.