Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તરભ વાળીનાથ ધામ ખાતે NSSની 30 વિદ્યાર્થિનીઓ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ધર્મકાર્યમાં જોડાઈ

12:58 PM Feb 21, 2024 | Harsh Bhatt

NSS TEAM VALINATH DHAM : વાળીનાથ તરભ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓની સેવામાં હજારો લોકો જોડાયા છે. ત્યારે વિજાપુરની મહિલા કોલેજની NSSની 30 વિદ્યાર્થિનીઓ પણ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ધર્મકાર્યમાં જોડાઈ હતી. તરભધામ ખાતે સ્વચ્છતા, ભોજનની સેવામાં સહભાગી થયા હતા.

વિજાપુરની મહિલા કોલેજની NSSની 30 વિદ્યાર્થિનીઓ તરભધામ ખાતે સેવામાં 

ગુજરાત ફર્સ્ટની ટીમે આ NSSની 30 મહિલાઓની ટીમના કોર્ડીનેટર સાથે ખાસ વાતચીત કરી હતી. NSS ગ્રુપના કોર્ડીનેટરને પૂછવામાં આવ્યું કે, તરભધામ ખાતે ચાલી રહેલ ધાર્મિક કાર્યક્રમમાં કેવા પ્રકારની સેવા આ NSS બહેનો દ્વારા આપવામાં આવી રહેલ છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમારા યુનિટની 30 જેટલી બહેનો મંદિરની અંદર જુદી જુદી સેવાકીય પ્રવૃતિમાં રોકાયેલી છે.

અમારું સ્લોગન છે કે NOT ME BUT YOU છે, તેણે સાર્થક કરવાનો પ્રયત્ન અમે કરીશું

માનવ સેવા ધર્મ અને માનવ સેવા યજ્ઞને સાર્થક કરવા માટે અમારા કોલેજની 30 જેટલી દીકરીઓ આજે હી આવી છે. સમગ્ર કાર્યક્રમમાં અલગ અલગ કામો જેવા કે ભોજન, પાણી, સફાઇ કે ચા ની સેવા જેવી વિવિધ સેવાઓમાં આ બહેનો જોડાયેલ છે.અમારી સેવાનો ભાવ જોઈ દેશમાં પણ આવી સેવાની ભાવના કેળવાય તેવો પ્રયત્ન અમે કરીશું. અમારું સ્લોગન છે કે NOT ME BUT YOU છે, તેણે સાર્થક કરવાનો પ્રયત્ન અમે કરીશું.

પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર

આજે તરભ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે આ પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 5 દિવસમાં અંદાજે 13.75 લાખ ભક્તોએ વાળીનાથ મહાદેવના દર્શન કર્યા છે. ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો તરભધામ વાળીનાથ પહોંચી રહ્યા છે. વળી જો આજની વાત કરીએ તો આજે લગભગ 3 લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતાઓ છે. આવતી કાલે તરભ વાળીનાથ મહાદેવ ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઇને આજે 11:30 કલાકે તરભ ખાતે બેઠક મળશે.

વળી આવતીકાલે PM વાળીનાથ ધામ પધારશે જેને લઇને પણ આજે સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો સાથે આવતી કાલે PM નરેન્દ્રભાઈ મોદીની જે સભા યોજાવાની છે તેને લઈ બેઠકમાં ચર્ચા થશે. આ પવિત્ર વાળીનાથ તરભ ધામના મહંત જયરામગીરી બાપુએ ભક્તોને એક અપીલ કરી છે. તેમણે ખાસ કરીને રબારી સમાજને અપીલ કરતા કહ્યું છે કે, 22 તારીખે વડાપ્રધાનના કાર્યક્રમમાં રબારી સમાજને ટ્રેડિશનલ ડ્રેસમાં હાજરી આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો — Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ