Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mumbai : મુંબઈમાં બ્લાસ્ટની ધમકી આપનારા વડોદરાના 3 ક્યા ગૃપના છે ?

03:09 PM Dec 27, 2023 | Vipul Pandya

મુંબઈમાં બ્લાસ્ટની ધમકીનું ગુજરાત કનેક્શન!
ગુજરાતના વડોદરાથી ઝડપાયા 3 આરોપી
મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો કેસ
મુંબઈ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે પૂછપરછ
નાણામંત્રી અને RBIને આપી હતી ધમકી
11 સ્થળે બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

મુંબઈમાં બ્લાસ્ટની ધમકી આપવાના કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ ખિલાફત ઇન્ડીયા ગૃપના નામે ધમકીભર્યો ઇમેઇલ કરીને મુંબઇમાં 11 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરાયો છે

પાદરામાંથી 1 અને પાણીગેટ વિસ્તારમાંથી 2 શખ્સને પકડી લીધા

પોલીસે વડોદરાના 3 આરોપીને ગઇ કાલે રાત્રે જ પકડી લીધા હતા અને ત્રણેયની ઉંડી પૂછપરછ શરુ કરી દીધી હતી. સુત્રોએ કહ્યું કે વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાંથી આ 3 શખ્સને પકડવામાં આવ્યા છે અને તમામની પુછપરછ કરીને સવારે તેમને મુંબઇ લઇ જવાયા છે. પોલીસે પાદરામાંથી 1 અને પાણીગેટ વિસ્તારમાંથી 2 શખ્સને પકડી લીધા હતા.

ધમકીભર્યો મેઇલ મળ્યો હતો

મુંબઈ પોલીસે ગઇ કાલે કહ્યું હતું કે આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવશે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

કુલ 11 સ્થળોએ બોમ્બની ધમકીઓ આપવામાં આવી

પોલીસે જણાવ્યું કે મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. પોલીસે આ તમામ સ્થળોએ જઈને તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ધમકીથી અફરાતફરી

મુંબઈ પોલીસને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ શહેરમાં 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બ્લાસ્ટ થવાનો છે. આ પછી અફરાતફરી મચી ગઈ હતી અને હંગામા વચ્ચે પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સંદર્ભે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો—-THREAT : RBI અને અન્ય બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ દ્વારા આપી ચેતવણી…