Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દિલ્હીમાં 25 કરોડના સોનાની  લૂંટ કરનારા 3 શાતિર છત્તીસગઢથી ઝડપાયા 

01:02 PM Sep 29, 2023 | Vipul Pandya
દિલ્હી ( Delhi) ના ભોગલ વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાંથી 25 કરોડ રૂપિયાની લૂંટના મામલે છત્તીસગઢના બિલાસપુરમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સાથે મોટી માત્રામાં સોના અને હીરાના દાગીના પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ આરોપીને દિલ્હી લાવી રહી છે અને આરોપીની પૂછપરછ ચાલી રહી છે.વધુ એક આરોપી પણ પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
8 કિલોથી વધુ સોનું અને હીરા જપ્ત
છત્તીસગઢની બિલાસપુર પોલીસે આજે માહિતી આપી હતી કે દિલ્હીના ભોગલની જ્વેલરી શોપમાં થયેલી ચોરીના કેસમાં દુર્ગના એક આરોપી પાસેથી 12.50 લાખ રૂપિયા રોકડા અને 18 કિલોથી વધુ સોનું અને હીરા જપ્ત કરવામાં આવ્યા છે.

 રાજધાનીની સૌથી મોટી ચોરીઓમાંની એક
આ પહેલા શુક્રવારે આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં આરોપીઓ જ્વેલરી શોપમાંના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસ્યા હતા અને 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના તેમજ 5 લાખ રૂપિયાની રોકડ લઈ  ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં ઓછામાં ઓછા ત્રણ અજાણ્યા લોકો સામેલ હતા, જે રાજધાનીની સૌથી મોટી ચોરીઓમાંની એક હતી.
માલિકે દુકાન ખોલી ત્યારે ખબર પડી હતી
પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ દિલ્હીના ભોગલમાં ઉમરાવ સિંહ જ્વેલર્સ નામની દુકાનમાં ઘણા સીસીટીવી કેમેરા હતા, પરંતુ રવિવારે મધ્યરાત્રિની આસપાસ તેને નુકશાન કરાયું હતું.  માલિકે રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે દુકાન બંધ કરી દીધી હતી અને મંગળવારે સવારે 10.30 વાગ્યે દુકાન ખોલી ત્યારે ઘટનાની જાણ થઈ હતી. સોમવારે દુકાન બંધ રહે છે.
ટોળકીએ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો
હવે ત્રણેય આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ રિકવરી માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય આરોપી લોકેશ શ્રીવાસ્તવ, અન્ય આરોપી શિવ ચંદ્રવંશી અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ આ ટોળકીએ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. હાલમાં દિલ્હી પોલીસની ટીમ પણ છત્તીસગઢમાં હાજર છે.