Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માતા-પિતા વગરની 22 દિકરીઓ લગ્નના તાંતણે બંધાઈ, સમાજના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ આપ્યા આશિર્વાદ

10:43 AM Apr 17, 2023 | Vipul Pandya

સમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નોનુ સામુહીક આયોજન. આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ ગરીબ -મધ્યમવર્ગના માતા-પિતાએ દેવુ કે લોન કરીને મેળવેલા લાખ્ખો રૂપિયાનું આંધણ થઇ જાય છે.  તેથી આ સમયમાં સમુહ લગ્નએ આશિર્વાદ સમાન છે.
ત્યારે રાજકોટમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે માતા-પિતા વગરની 22 દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું..સમાજના સંપન્ન શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન યોજાયા હતા. અહિંયા દિકરીઓને ભવ્ય કરિયાવર પણ આપવામાં આવ્યો હતો.
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દિકરાના ઘર દ્વારા છેલ્લા 4 વર્ષથી જે દીકરીના માતા પિતા અવસાન પામ્યા હોય અથવા તો જે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તેવી દિકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવે છે.. જે અંતર્ગત આ વખતે પણ 22 દીકરીઓના લગ્ન એક સુખી સંપન્ન પરિવાર કરે તેમ જાજરમાન રીતે કરાવવામાં આવ્યા.. જેમાં ખુબ જ ભવ્ય કરિયાવર આણું આપવામાં આવ્યું હતું.
 
આ વર્ષે સમાજ જીવનના સુખી સંપન્ન શ્રેઠીઓ અને મહાનુભવોની હાજરીમાં વ્હાલુડી વિવાહ-5 દ્વારા વધુ 23 દીકરીઓના જેમાં એક પ્રજ્ઞાચક્ષુ દિકરીનો પણ સમાવેશ થાય છે. તેમના ભવ્યાતિભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના શ્રેઠીઓ અને અગ્રણીઓએ આ લગ્નમાં કન્યાદાન કર્યું હતું. 
અત્યાર સુધીમાં આ રીતે  88 દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા છે.. જેઓ આજે સાસરીમાં સુખરૂપ જીવન પસાર કરી રહી છે. ત્યારે વ્હાલુડીના વિવાહ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ પ્રચલિત બની ચુક્યા છે. આ વખતે 18 ડિસેમ્બરને રવિવારે આ લગ્ન યોજાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.