Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pushpak Vimana : 21મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ, કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું પરીક્ષણ

09:12 AM Mar 22, 2024 | VIMAL PRAJAPATI

ISRO Pushpak aircraft Launch: તમે રામાયણમાં પુષ્પક વિમાન વિશે સાંભળ્યું જ હશે. ત્રેતાયુગમાં લંકાપતિ રાવણનો વધ કર્યા પછી, ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે Pushpak વિમાનમાં અયોધ્યા પાછા ફર્યા હતા. હવે પુષ્પક વિમાન 21મી સદીમાં ફરી આકાશમાં ઉડવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISROનું સ્વદેશી સ્પેસ શટલ ‘Pushpak‘ શુક્રવારે સવારે 7 વાગ્યે કર્ણાટકના ડિફેન્સ એરસ્પેસ પર લોન્ચ કરવામાં આવ્યું. આકર્ષક બોડી અને એસયુવી આકારવાળા પાંખવાળા રોકેટને ‘પુષ્પક વિમાન’ નામ આપવામાં આવ્યું છે. તેને RLV એટલે કે ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું.

ISRO એ આજે ​​પુષ્પક વિમાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું

ત્રેતાયુગ પછી ફરી એકવાર હવે 21મી સદીમાં પુષ્પક વિમાનની ચર્ચાઓ થઈ રહીં છે. અત્યારે આ ચર્ચા ખુબ જ થઈ રહીં છે કારણ કે, ભારતે એક મોટી સફળતા હાંસલ કરી છે. ખરેખર, ISRO એ આજે ​​Pushpak વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોન્ચિંગ બાદ વિમાનનું સફળ લૈંડિન્ડ પણ કરવામાં આવ્યું. મળતી વિગતો પ્રમાણે ISRO એ આજે ​​સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. RLV LX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

ISROએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં તેનું પરીક્ષણ કર્યું

ભારતમાં માટે આ ગર્વની વાત છે કે, પુષ્પક વિમાનનું પરીક્ષણ સફળ રહ્યું છે. પુષ્પક વિમાનની વાત કરવામાં આવે તો ISROએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં તેનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સાથે RLV ‘પુષ્પક’નો બીજો લેન્ડિંગ ટેસ્ટ પણ સફળ રહ્યો હતો. આ ISRO, DRDO અને IAFની સંયુક્ત સફળતા છે. હવે આ વિમાન દુશ્મન દેશના સેટેલાઈટની જાસૂસી કરી શકે છે. ભારતનું ઐતિહાસિક ‘પુષ્પક’ વિમાન લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

2016માં પ્રથમવાર સફળ ઉડાન ભરી હતી

વિગતે વાત કરીએ તો ‘પુષ્પક’ વિમાન રીયુઝેબલ લોન્ચ વ્હીકલ છે. આ પુષ્પક વિમાન અંતરિક્ષમાં સેટેલાઈટ, કાર્ગો લઈ જવા ઉપયોગી રહેશે. પુષ્પક વિમાન 6.5 મીટર લંબાઈ, 1.75 ટન વજન ધરાવે છે. આ સાથે પુષ્પક’ને સ્વદેશી અંતરિક્ષ શટલ પણ કહેવાય છે. મળતી જાણકારી પ્રમાણે એક દશકથી’પુષ્પક’નું નિર્માણ કાર્ય ચાલતું હતું. ભૂતકાળની વાત કરીએ તો, 2016માં પ્રથમવાર સફળ ઉડાન ભરી હતી. ત્યાર બાદ 2 એપ્રિલ 2023માં ચિત્રદુર્ગથી બીજી ઉડાન ભરી હતીં. ભારત હવે અંતરિક્ષમાં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. જેથી અંતરિક્ષમાં પહોંચવાનો ભારતનો આ સાહસિક પ્રયાસ છે.

2035 સુધી અંતરિક્ષમાં સ્ટેશન બનાવવાનું લક્ષ્ય

ખાસ કરીને વાત કરવામાં આવે તો અંતરિક્ષમાં કાટમાળ ઓછો કરવામાં પુષ્પક વિમાન મદદરૂપ થશે. 2035 સુધી અંતરિક્ષમાં સ્ટેશન બનાવવાનું ભારતનું લક્ષ્ય છે. મહત્વની વાત તો છે કે, ‘પુષ્પક’ને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. જેથી હવે ભારત અવકાશમાં જઈ આવ્યા પછી પણ તેનો ફરી ઉપયોગ કરી શકશે. જે ભારતની વૈજ્ઞાનિક કુશળતાની નિશાની છે.

આ પણ વાંચો: ARVIND KEJRIWAL : ED ને અરવિંદ કેજરીવાલના ઘરેથી શું મળ્યું? ‘આપ’ નેતાએ જણાવી વિગત
આ પણ વાંચો: ચૂંટણી પંચે અપલોડ કર્યો Electoral Bond નો નવો Data, જાણો તેની સાથે જોડાયેલી તમામ વિગત
આ પણ વાંચો: Electoral Bond : SBI એ EC ને સિરિયલ નંબર સાથેની બોન્ડની સંપૂર્ણ વિગતો આપી, SC માં એફિડેવિટ દાખલ…