Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kupwara : ઘુસણખોરીનો પ્રયાસ કરતાં 2 આતંકીનો સેનાએ કર્યો ખાતમો…

09:46 AM Oct 05, 2024 |
  • જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શનિવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ
  • 2 આતંકવાદીઓ માર્યા ગયા
  • માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

Encounter in Kupwara : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શનિવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ (Encounter in Kupwara) થઈ હતી. કુપવાડાના ગુગલધારમાં ઘૂસણખોરીના પ્રયાસની બાતમી મળતાની સાથે જ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા.આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે

2 આતંકવાદીઓ માર્યા ગયા

કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ સેનાના જવાનોએ કુપવાડાના ગુગલધાર વિસ્તારમાંથી બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો-Jammu and Kashmir : વિધાનસભા ચૂંટણી પૂર્વે કઠુઆમાં મોટું ઓપરેશન, 3 આતંકીઓને સુરક્ષાદળોએ કર્યા ઠાર

સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન

તમને જણાવી દઈએ કે શુક્રવારે સુરક્ષા દળોને કુપવાડામાં કેટલાક આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસના સમાચાર મળ્યા હતા. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ, જે દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. જે બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર કર્યો. આ પછી ફાયરિંગ એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ચટરુ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના ચટરુ ગામમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પછી આ એન્કાઉન્ટર થયું હતું.

લેન્ડમાઇન વિસ્ફોટ, બે સૈનિકો ઘાયલ

આ સિવાય શુક્રવારે જ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો. જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને ડ્રગમુલ્લાની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આર્મીની શીખ રેજિમેન્ટના જવાનોનું એક જૂથ LOC પર પેટ્રોલિંગ કરી રહ્યું હતું.

આ પણ વાંચો-Jammu and Kashmir: કઠુઆમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક હેડ કૉન્સ્ટેબલ શહીદ