Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : કાળઝાળ ગરમીએ 2 માસૂમ બાળકોનો ભોગ લીધો..

03:49 PM May 25, 2024 | Vipul Pandya

Ahmedabad : અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે 2 માસૂમ બાળકોના મોત થયા છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીએ કહેર વરતાવ્યો

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીએ કહેર વરતાવ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહ્યું છે. આકાશમાંથી રીતસર અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ લોકોને થઇ રહી છે. અંગ દઝાડતી ગરમી અને ગરમ પવનના કારણે ઘરમાં રહેવું પણ લોકો માટે દુષ્કર બની ગયું છે.

સીટીએમ વિસ્તારમાં રહેતા બાળકનું મોત

અસહ્ય ગરમીના કારણે અમદાવાદમાં 2 બાળકોના મોત થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ડીહાઇડ્રેશનના કારણે 15 વર્ષના બાળકને દાખલ કરાયો હતો અને સારવારના 15 કલાક બાદ તેનું મોત થયું છે. આ બાળક સીટીએમ વિસ્તારમાં રહેતો હતો.

10 વર્ષનો બાળક રખીયાલ વિસ્તારમાં રહેતો હતો

બીજો 10 વર્ષનો બાળક રખીયાલ વિસ્તારમાં રહેતો હતો અને તેને પણ શારદાબેન હોસ્પિટલમાં ડીહાઇડ્રેશનના કારણે જ શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવારના 18 કલાક બાદ તેનું પણ મોત થયું છે

2 માસૂમ બાળકોના મોત થતાં હાહાકાર

કાળઝાળ ગરમીના કારણે 2 માસૂમ બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. ગરમી એવી પડી રહી છે કે દરેક વયના લોકો તેનો ભોગ બની રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવી, ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના બનાવો બની રહ્યા છે ત્યારે નાગરીકોએ સાવચેત રહેવાની જરુર છે.

અમદાવાદમાં 45 ડિગ્રીની આસપાસ ગરમી

આજે પણ અમદાવાદમાં 45 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઇ છે અને હજું 2 દિવસ આવી જ ગરમી સમગ્ર રાજ્યમાં પડશે. ત્યારબાદ ગરમી ધીમે ધીમે ઘટશે તેવું હવામાન વિભાગનું માનવું છે. ગરમીના કારણે કારણ વગર ઘની બહાર ના નીકળવા તથા પ્રવાહી પીવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરાઇ છે.

આ પણ વાંચો— Sabarkantha : ગરમીથી બચવા જતાં 15 લોકોનાં મોત! પ્રાંતિજથી વધુ એક બનાવ આવ્યો સામે

આ પણ વાંચો— Ahmedabad : વાહનચાલકો માટે કામચલાઉ છાંયડો, પોલીસકર્મીઓ માટે કરાઈ આ વ્યવસ્થા