+

રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ, 15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યમાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે બે વર્ષ બાદ આ પરીક્ષા થઇ રહી છે. અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વળી આ તમામ કેન્દ્રો પર CCTVની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ 10ની પરીક્ષા સવારે 10થી બપોરે 1.15 સુધી લેવાશે તો બીજી તરફ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બપોરે 3થી સાંજના 6.30 સુધી àª
રાજ્યમાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે બે વર્ષ બાદ આ પરીક્ષા થઇ રહી છે. અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. 
રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વળી આ તમામ કેન્દ્રો પર CCTVની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ 10ની પરીક્ષા સવારે 10થી બપોરે 1.15 સુધી લેવાશે તો બીજી તરફ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બપોરે 3થી સાંજના 6.30 સુધી લેવાશે. મહત્વનું છે કે, આજે છેલ્લા બે વર્ષ બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિદ્યાર્થીઓ કોઇ ડર વિના ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી શકશે. વળી રાજ્યમાં ધોરણ 10માં 9,64,529  વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95,982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11,984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે અને ટ્વીટ કરતા લખ્યું છે કે, આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.


    વળી બીજી તરફ શિક્ષણ મંત્રી જીત વાઘાણીએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યું કે, મારે તમને એટલું જ કહેવું છે કે, સ્વયં પર ભરોસો રાખી પરીક્ષા આપવા જજો. તમારી મેહનતને નિર્ભયતાનો રંગ લાગે, ધીરજથી પેપર લખવાનો સંગ લાગે, આત્મ વિશ્વાસ બુલંદ રહે તેવી આશા સાથે #BestofLuck


    ઉલ્લેખનીય છે કે, આજે બે વર્ષ બાદ કોરોનાના ડર વિના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ બે વર્ષ એવા રહ્યા કે જ્યારે વિદ્યાર્થીઓ એ જ સમજી શકતા નહોતા કે તેમને પરીક્ષા આપવાની છે કે નહીં. જો આપવાની છે તો કોરોનાના સમયમાં કેવી રીતે આપી શકશે. જોકે, આજે પરિસ્થિતિમાં ઘણો સુધાર થયો છે. વળી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે શિક્ષણ મંત્રીએ પોતે વિદ્યાર્થીઓ પાસે પહોંચી તેમને પુષ્પ આપી શુભકામનાઓ પાઠવી છે. 
    Whatsapp share
    facebook twitter