Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ECI : 12 IPS સહિતના 14 અધિકારીઓને નવરાધૂપ, કેટલાંક નાખુશ

02:11 PM Apr 08, 2024 | Bankim Patel

ECI : ગુજરાત પોલીસ દળ (Gujarat Police) માં ગૃહ વિભાગે એક નવો ઈતિહાસ રચ્યો છે. એક સાથે 14 સિનિયર પોલીસ અધિકારીઓ પૈકી મોટાભાગના નિમણૂકની પ્રતિક્ષાએ સપ્તાહોથી નવરાધૂપ બેઠાં છે. ગૃહ વિભાગ (Home Department Gujarat) સમય હોવા છતાં આઈપીએસ અધિકારીઓની બઢતી-બદલી (IPS Promotion Transfer) ના હુકમો ના કરી શક્યો. અધિકારીઓને સ્થાન પરથી હટાવવામાં ઉતાવળ્યું ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) નિમણૂકમાં ભારે વિલંબ કરી રહ્યું છે. ECI અને ગુજરાત સરકાર (Government of Gujarat) ની કાર્યરિતીને લઈને નિમણૂકની પ્રતિક્ષા (Awaiting Posting) માં રહેલાં અધિકારીઓની શું છે સ્થિતિ જાણો આ અહેવાલમાં…

ચાલુ પગારે આરામ અને આંટાફેરા

રાજ્યના 12 IPS (Indian Police Service) અને 2 SPS (State Police Service) અધિકારીઓ હાલ મોજમાં છે. ECI એ કરેલા આદેશના પગલે ત્રણ તબક્કામાં 11 અધિકારીઓને પોતાના સ્થાનેથી હટવાની ફરજ પડી છે. હાલમાં આ 11 સ્થાનનું સંચાલન ઈન્ચાર્જ પોલીસ અધિકારીઓ ચલાવી રહ્યાં છે. બે મહિના અગાઉ CBI ડેપ્યુટેશનથી પરત ફરેલા IPS ગગનદીપ ગંભીર અને IPS રાઘવેન્દ્ર વત્સ પણ હાલ નિમણૂકની પ્રતિક્ષામાં છે. વર્ષ 2018માં સર્જાયેલા બીટકોઇનકાંડ (Bitcoin Extortion) માં સસ્પેન્ડ થયેલાં અને જેલવાસ ભોગવી આવેલા IPS જગદીશ પટેલને ગત ફેબ્રુઆરીના મધ્યમાં નોકરી પર પરત લેવાયા છે, પરંતુ તેમને પણ કોરાણે બેસાડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં આરક્ષિત રહેલા તમામ અધિકારીઓને નિયમિત રીતે પોલીસ ભવન ખાતે જાહેર રજાના દિવસ સિવાય પ્રતિદિન હાજરી આપવાની હોય છે, પરંતુ મોટાભાગના અધિકારીઓ રાજ્ય સરકારની કૃપાથી ચાલુ પગારે આરામ અને આંટાફેરા કરી રહ્યાં છે.

કયા-કયા અધિકારી છે લીવ રિઝર્વમાં ?

IGP ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir IPS)
IGP રાઘવેન્દ્ર વત્સ (Raghavendra Vatsa IPS)
IGP જે. આર. મોથલિયા (J R Mothaliya IPS)
DIG પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS)
DIG શરદ સિંઘલ (Sharad Singhal IPS)
DIG ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS)
SP જગદીશ પટેલ (Jagdish Patel IPS)
SP ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS)
SP મનિષ સિંઘ (Manish Singh IPS)
SP ઉષા રાડા (Usha Rada IPS)
SP ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS)
SP ઈમ્તીયાઝ શેખ (Imtiyaz Shaikh IPS)
SP રૂપલ સોલંકી (Rupal Solanki SPS)
SP ભારતી પંડ્યા (Bharti Pandya SPS)

કોની પાસે કઈ જવાબદારી ?

B.Tech. (ECE), M.Tech. (I.T.) અને માસ્ટર ઈન પોલીસ મેનેજમેન્ટ (Master in Police Management) નો અભ્યાસ ધરાવતા વર્ષ 2005ની બેચના રાઘવેન્દ્ર વત્સને કાયદાને લગતી કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આગામી જુલાઈ મહિનાથી ભારતીય ન્યાય સંહિતા 2023 (Indian Justice Code 2023) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 (Indian Civil Security Code 2023) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 (Indian Evidence Act 2023) લાગુ પડશે. રાજ્યનો કાયદા વિભાગ (Legal Department of Gujarat) અને ગૃહ વિભાગે નવા આવનારા કાયદાનો અમલ તેમજ તેમાં સર્જાઈ શકે તેવી સમસ્યાના હલ માટેનો પોલીસ વિભાગે અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં રાઘવેન્દ્ર વત્સની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત નિમણૂકની પ્રતિક્ષામાં રહેલા કેટલાંક પોલીસ અધિકારીઓને IPL 2024 તેમજ VVIP મુવમેન્ટ બંદોબસ્તમાં ક્યારેક-ક્યારેક નોકરી કરવાની આવી જાય છે.

કેટલાંક ખુશ તો કેટલાંક નાખુશ

નવરાધૂપ બેઠેલાં પોલીસ અધિકારીઓમાં કેટલાંકને ચાલુ નોકરીએ આરામ કરવાની મજા પડી ગઈ છે. જ્યારે કેટલાંક અધિકારીઓને ECI ના આદેશના પગલે મલાઈદાર જગ્યા છોડવી પડી છે અને તેનો આઘાત હજુ પણ યથાવત છે. તોડબાજ અને હપ્તાખોર IPS અધિકારીઓ હાલ પણ રોકડીના કામોમાં વ્યસ્ત છે. નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં અધિકારીઓ પૈકી અડધો ડઝન અધિકારીઓ ક્રીમ પોસ્ટીંગ (Cream Posting) મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. અત્રે નોંધનીય છે કે, નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં અધિકારીઓનો પગાર તેમની કાયમી નિમણૂક (Permanent Appointment) બાદ જે-તે સ્થાનેથી મળી જશે.

આ પણ વાંચો – PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી

આ પણ વાંચો – SVPI AIRPORT : સોનાની દાણચોરી ટોળકીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે પકડી