Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રાઇવેટ પાર્ટ ઉપર બોલ વાગતા 11 વર્ષીય પ્લેયરનું મેદાન વચ્ચે મોત, CCTV પણ થયા વાયરલ

06:12 PM May 06, 2024 | Harsh Bhatt

11 year old boy died while playing cricket : ક્રિકેટના મેદાન ઉપર અવાર નવાર પ્લેયર્સના ઇજાગ્રસ્ત થતાં હોવાના સમાચાર સામે આવતા રહેતા હોય છે. ક્યારેક આ ઇજા ગંભીર હોય છે તો ક્યારેક સામાન્ય. પરંતુ ક્રિકેટના મેદાન ઉપર ક્યારેક અતિ ગંભીર ઇજા પણ થતી હોય છે જેના કારણે ખેલાડીઓ મૃત્યુ પણ પામતા હોય છે. પહેલા પણ ઘણા ક્રિકેટરો જીવ આ રીતે જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી પણ આજરોજ આવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા વિષે સાંભળ્યા પછી તમારું હ્રદય પણ દ્રવી જશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

11 વર્ષીય બાળકનું નીપજ્યું મોત

મહારાષ્ટ્રના પૂણેના લોહેગાંવની આ ઘટના સામે આવી છે. પૂણેના લોહેગાંવમાં 11 વર્ષીય એક બાળક ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન બોલિંગ કરતાં તેને પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇજા થઈ હતી. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકો એકબીજા સાથે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. . રિપોર્ટ્સ અનુસાર બોલિંગ કરનાર બાળકની ઉંમર 11 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બાળકનું નામ શૌર્ય હોવાનું કહેવાય છે. જે તેના મિત્રો સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો જ્યારે તેનો એક મિત્ર બેટિંગ કરી રહ્યો હતો.

ત્યારબાદ બેટિંગ કરી રહેલા બાળકે શૌર્યના બોલને જોરથી વાગ્યો, જે સીધો શૌર્યના પ્રાઈવેટ પાર્ટમાં ગયો. બોલ વાગતાની સાથે જ શૌર્ય જમીન પર પડી ગયો. જે બાદ શૌર્યને પડતા જોઈ તેના મિત્રો પણ ડરી ગયા હતા હતા.

આ પણ વાંચો : મોલની બહાર ધર્મ જેહાદ, ધાર્મિક પુસ્તક વાંચવા માટે યુવતીઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઇ