+

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર કરાયા એનાયત

અહેવાલ – સંજય જોશી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના…

અહેવાલ – સંજય જોશી

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા.

આ અવસરે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’ એટલુ જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે. આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.

આ સંદર્ભમાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા ૧૦૮ પરિવારોના ઘરોમાં દિવાળી જેવો એક માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેઓ જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે. ગૃહ રાજયમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૦૮ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ભારતીય નાગરિકતા ધારણ કરનારા સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મ દિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો, એવી ખાતરી પણ મંત્રીશ્રીએ સૌને આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટરશ્રી તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રીએ ભારતનું નાગરિકત્વ મેળવનારા ૧૦૮ હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

આ પણ વાંચો – Crime Conference : IPS અધિકારીઓને CM ની ટકોર, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, ભેદભાવ ના રાખો

આ પણ વાંચો – પ્રવાસીઓની સુવિધા વધારવા અમદાવાદના એરપોર્ટ ખાતે ટ્રાન્સપોર્ટ ઝોન શરૂ, પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો સહિતની સુવિધા ઉપલબ્ધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter