Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બ્રિટનની 100 કંપનીઓએ અપનાવી સપ્તાહમાં 4 દિવસ કામ, 3 દિવસ રજાની પોલીસી

12:58 PM Apr 17, 2023 | Vipul Pandya

વિશ્વમાં મંદીના ભય વચ્ચે જ્યાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેવા સમયે બ્રિટનની 100 કંપનીઓએ તેમના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. વધતી જતી મોંઘવારી અને મંદીની ઝપેટમાં રહેલી યુકેની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે યુનાઈટેડ કિંગડમની 100 કંપનીઓએ તેમના કર્મચારીઓને 4 ડે વર્કિંગ એટલે કે અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ કંપનીઓએ તમામ કર્મચારીઓનો પગાર કાપ્યા વિના કાયમી ધોરણે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનો નિયમ બનાવ્યો છે.
આ 100 કંપનીઓમાં 2600 કર્મચારીઓ કરે છે કામ 
આ જાહેરાતને લઈને આ કંપનીઓનું માનવું છે કે અઠવાડિયામાં 4 દિવસ કામ કરીને તેઓ દેશમાં મોટું પરિવર્તન લાવી શકશે. આ 100 કંપનીઓમાં લગભગ 2,600 કર્મચારીઓ કામ કરે છે. યુકેની કંપનીઓ એવી દલીલ કરે છે કે 5 દિવસને બદલે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાથી કંપનીઓને તેમની ઉત્પાદકતા સુધારવા માટે પ્રેરણા મળશે, એટલે કે તેઓ ઓછા કલાકોનો ઉપયોગ કરીને સમાન આઉટપુટ આપી શકે છે. આ 100 કંપનીઓમાં બ્રિટનની બે સૌથી મોટી કંપનીઓ એટમ બેંક અને ગ્લોબલ માર્કેટિંગ ફર્મ એવિનનો સમાવેશ થાય છે જે 4 દિવસની કાર્ય સંસ્કૃતિ અપનાવે છે. આ બંને કંપનીઓના યુકેમાં લગભગ 450 કર્મચારીઓ છે.

વિશ્વની 70 કંપનીઓએ પાલયટ પ્રોજેક્ટ હેઠળ આ પોલીસી અપનાવી 
તમને જણાવી દઈએ કે બ્રિટનની આ 100 કંપનીઓ સિવાય વિશ્વની 70 કંપનીઓએ  પણ પાયલટ પ્રોજેક્ટ હેઠળ 4 વર્કિંગ ડેઝની પોલીસી પ્રાયોગિક ધોરણે અપનાવી છે. આ કંપનીઓમાં લગભગ 3,300 લોકો કામ કરે છે. તે જ રીતે કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ તેમજ બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો આ વિષય પર સંશોધન કરી રહ્યા છે.સપ્ટેમ્બરમાં ટ્રાયલની મધ્યમાં જ્યારે આ કંપનીઓને પૂછવામાં આવ્યું કે ટ્રાયલ કેવી  ચાલી રહી છે, ત્યારે 80થી વધુ કંપનીઓએ કહ્યું કે 4 દિવસ કામ કરવું તેમના વ્યવસાય માટે સારું કામ કરી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.