+

Junagadh : સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે

Junagadh : ગુજરાત ATSએ ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari)ની ધરપકડ કરી છે. મુફ્તીની ધરપકડ કર્યા બાદ એટીએસ મુફ્તીને અમદાવાદ લાવી હતી. અમદાવાદમાં…

Junagadh : ગુજરાત ATSએ ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari)ની ધરપકડ કરી છે. મુફ્તીની ધરપકડ કર્યા બાદ એટીએસ મુફ્તીને અમદાવાદ લાવી હતી. અમદાવાદમાં ઉંડી પૂછપરછ કરાયા બાદ તેને જૂનાગઢ (Junagadh) લઇ જવાયો છે, જ્યાં જૂનાગઢ (Junagadh) પોલીસ તેની ઉંડી પૂછપરછ કરી રહી છે. દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે. અઝહરી સામે આવો જૂનાગઢમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ

પોલીસ રેકોર્ડ મુજબ સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે. એક અધિકારીએ કહ્યું કે નફરતભર્યા ભાષણ સિવાય હિંસાના મામલા પણ છે. સૂત્રોએ જણાવ્યું કે પહેલો કેસ ધારવાડના જૂના હુબલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલો 15 ડિસેમ્બર, 2015નો છે, જેમાં આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સલમાન અઝહરી સામે કેસ ક્યારે નોંધાયો?

બીજી એફઆઈઆર 14 ડિસેમ્બર, 2015ની છે, જે જૂના હુબલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર (249/2015) આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427, 149 અને સંપત્તિના નુકસાનની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવી હતી.

ત્રીજી એફઆઈઆર 15 ડિસેમ્બર 2015ના રોજ ધારવાડના કસાબાપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર (1354/2015) આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ નોંધવામાં આવી હતી.

ચોથી એફઆઈઆર 15 ડિસેમ્બર 2015ના રોજ ધારવાડના કસાબાપેઠમાં આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ નોંધવામાં આવી હતી.

પાંચમી એફઆઈઆર 15 ડિસેમ્બર 2015ના રોજ કસાબાપેઠ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ નોંધવામાં આવી હતી.

છઠ્ઠી એફઆઈઆર 14 ડિસેમ્બર 2015ના રોજ કસાબાપેઠ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 143, 147, 148, 153, 427, 149 અને મિલકતને નુકસાનની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવી હતી.

ભારતીય દંડ સંહિતાની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ કસાબાપેઠ પોલીસ સ્ટેશનમાં 15 ડિસેમ્બર 2015ના રોજ સાતમી FIR નોંધવામાં આવી હતી.

આઠમી એફઆઈઆર 5 એપ્રિલ 2017ના રોજ કસાબાપેઠ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ નોંધવામાં આવી હતી.

નવમી FIR 26 એપ્રિલ, 2021 ના ​​રોજ મુંબઈના વિક્રોલી પાર્ક સાઇટ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295(A) હેઠળ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોર્ટમાં “A” સમરી દાખલ કરી છે.

ડીજીપી વિકાસ સહાયે જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાથે ટેલીફોનીક વાતચીત કરી

દરમિયાન, સલમાન અઝહરીને લઇને જૂનાગઢ પોલીસની ખાસ ટીમ સાંજે જૂનાગઢ પહોંચી ગઇ છે. જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સમગ્ર પરિસ્થિતિ પર રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયે જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને હાલની સ્થિતીની માહિતી મેળવાઇ છે. એસપી દ્વારા ગુના સંદર્ભે તેમજ પૂછપરછ બાબતે ડીજીપીને માહિતગાર કરવામાં આવ્યા છે.

કચ્છના સામખિયાળી ખાતે પણ હેટ સ્પીચ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું

હાલ મૌલાના સહિત 3ની હાલ પૂછપરછ કરાઇ રહી છે. મૌલાના દ્વારા જુનાગઢ પહેલા કચ્છના સામખિયાળી ખાતે પણ હેટ સ્પીચ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કચ્છ પોલીસ દ્વારા મૌલાના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચો—–HATE SPEECH : ભડકાઉ ભાષણ આપનારા કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Whatsapp share
facebook twitter