Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીધામની આંગડિયા પેઢીમાં થયેલી 1.05 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી

10:11 PM Jun 02, 2023 | Dhruv Parmar

ગાંધીધામના ભરચક વિસ્તારમાંથી પી.એમ.આંગણીયામાં થયેલી 1.05 કરોડની લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. પુર્વ કચ્છ પોલિસે 6 શખ્સોને લૂંટના મુદ્દામાલ સહિત 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તપાસમાં અન્ય 6 વ્યક્તિના નામ પણ ખુલ્યા છે. જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ કરનાર ટોળકી 2022 થી રેકી કરી લૂંટને અંજામ આપવાની ફીરાકમાં હતી. CCTV અને પોલીસની કુનેહભરી કામગીરી સતત બીજી આંગડિયા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે.

આ લૂંટની ઘટનાને પગલે દોડધામમાં મુકાયેલી પોલીસની 10 વિવિધ ટીમોએ CCTV સહિત તપાસ કરતા લૂંટ સમયે આરોપીએ પહેરેલ હેલમેટ હાઇવે નજીકથી એક કંપની પાસેથી મળી આવ્યા હતા. જેને પગેરૂ દબાવતા લૂંટ કેસનો માસ્ટર માઇન્ડ એવો પડાણા સીમમાં રહેતો ઉજ્વલ પાલ મળી આવ્યો હતો જેની પુછપરછ કરતા યોગેન્દ્ર ઉર્ફે યોગી, ગુડેશસિંગ ઉર્ફે બીપીન, શિવમ યાદવ એમ ત્રણ આરોપીઓ રાજ્ય બહાર નાસી ગયા હતા જેથી અલગ-અલગ ટીમો મોકલી ઉપરોક્ત આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે પૈકી યોગેન્દ્ર ઉર્ફે યોગીને બેગ્લોરૂ (કર્ણાટક) તથા મુડેશિંગ ઉર્ફે બીપીનને લખનઉ (ઉતરપ્રદેશ) તથા આરોપી હનીફ સોઢા જે તેના પરિવાર સાથે અજમે૨ જતો રહ્યો હતો. આરોપીઓને પકડવા ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી તેને અમીરગઢ ચેક પોસ્ટ ખાતેથી વોચ રાખી વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરવામાં આવી જ્યારે વિપુલ બગડા, હનીફ લુહાર સ્થાનિક હોય જેઓને અન્ય ટીમો દ્વારા હસ્તગત કરી તેઓની પાસેથી લૂંટના કરોડા રૂપિયા તથા ગુન્હા કામે ઉપયોગ કરેલ હથિયારો તથા વાહનો કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા છે. 2022થી આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો જેના માટે તેમણે રેકી પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં વધુ 4 લોકોના નામ પણ સામે આવ્યા છે જેમને શોઘખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આંગડિયા પેઢીમાં લૂંટ કરનારા 6 આરોપીઓની ધરપકડ બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

અહેવાલ : રાકેશ કોટવાલ, ગાંધીધામ

આ પણ વાંચો : કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ  માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’