Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં ઠંડી વધતાં ગરમ કપડાના બજારમાં તેજી

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

  • શિયાળો આવવા એટલે ગરમ કપડાની ખીરીદી 
  • મોટાભાગે લોકો ટીબેટ માર્કેટ માં ખરીદી કરવા જતાં હોય છે..
  • ભલે 4 માસ વેપાર કરવા આવે પણ શહેરો સાથે થઈ જાય છે લગાવ 
  • દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલથી ગરમ કપડાના વેચવા આવે છે વેપારીઓ
ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.જેથી લોકો એ માળિયામાંથી પોતાના ગરમ કપડા કાઢી લીધા છે અને જેની પાસે ગરમ કપડા નથી તેઓ ગરમ કપડાની ખરીદી કરવા પણ નીકળી રહ્યાં છે.ત્યારે આજે અમે આપને જણાવીશું કે રાજકોટ (Rajkot)માં ગરમ કપડા વહેંચવા માટે છેક દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશથી વેપારીઓ અવનવી વેરાયટીના ગરમ કપડા લઈને આવે છે.


તિબેટીયન માર્કેટમાં ગરમ કપડાના સ્ટોલ લાગ્યાં
ઠંડીનું પ્રમાણ વધે એટલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગરમ કપડાના સ્ટોલ લાગી જાય છે.ત્યારે રાજકોટમાં પણ તિબેટીયન માર્કેટમાં તમને સ્વેટર, જેકેટ સહિત ગરમ કાપડાઓ અવનવી ડિઝાઈનમાં મળી જાય છે.અહિયાં વર્ષોથી વેપારીઓ ગરમ કપડા વહેંચવા માટે આવે છે.આ તિબેટીયન માર્કેટમાં દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશથી વેપારીઓ આવે છે.એવામાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જે હાલમાં ઘરાકી પણ વધારે જોવા મળી રહી છે.

35 વર્ષથી વેપારીઓ ગુજરાતમાં આવે છે
છેલ્લા 35 વર્ષથી વેપારીઓ ગુજરાતમાં આવે છે.ઉત્તરાખંડથી આવતા વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે અમે અહિંયા છેલ્લા 35 વર્ષથી આવીએ છીએ.આ પહેલા અમારા વડિલો અહિંયા કામ કરતા હતા.મારો જન્મ અહિં ભારતમાં જ થયો છે. આ બજારમાં હિમાચલ, દાર્જલિંગ અને ઉત્તરાખંડથી વેપારીઓ આવે છે. અમે અહિંયા લોજમાં રહીએ છીએ.
 બાપ-દાદા વખતનો આ વેપાર છે.
વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે આ વેપાર અમે આજ-કાલના નથી કરતા તેઓના દાદા-પરદાદા વખતથી આ વેપાર છે.અને તેઓ ગુજરાતમાં આવીને વેપાર કરે છે.વેપારીનું કહેવુ છે કે તેનો જન્મ પણ ભારતમાં જ થયો છે અને તેઓ અહિંયા જ રહે છે.

4 મહિના ગુજરાતમાં રહીને કરે છે વેપાર
અહિંયા અમે 4 મહિના રહીએ છીએ.પછી અમે અમારા રાજ્યમાં જઈને ત્યાં હિલસ્ટેશન પર અમે અમારો વેપાર કરીએ છીએ.અમે નૈનીતાલ, મૈસુરી અને માઉન્ટ આબુ જેવા સ્થળો પર અમારો વેપાર કરવા જઈએ છીએ.બધો માલ અમે લુધિયાના અને દિલ્હીથી લાવીએ છીએ.

આ વેપારીઓને બૌધિસ્ટ છે અને તેઓ દરરોજ પ્રાર્થના કરે છે.
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમારો ધર્મ બૌધિસ્ટ છે.અમે સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરીએ છીએ.અને પછી વેપાર કરવા માટે નીકળી જઈએ છીએ.અમે પ્રાર્થના બધા જીવ માટે કરીએ છીએ.તેઓનું માનવું છે કે પશુ-પક્ષી દરેકમાં જીવ છે જેથી અમે અમારા માટે જ નહીં પણ અમે બધા માટે પ્રાર્થના કરીએ છીએ.
જાણો આ તિબેટિયન વેપારીઓ જમે છે શું.
આ વેપારીઓનું કહેવું છે કે અમે અમારૂ સ્પેશિયલ ફુડ તો અમે અમારા ઘરે જઈને જ ખાઈએ છીએ.અમે અહિંયા દાળ-ભાત, રોટલી અને શાક ખાઈએ છીએ.જો કે અમારૂ સ્પેશિયલ ફુડ નુડલ્સ, ચિમોયા, મોમોઝ છે.જેમ અહિંયાના લોકોને દાળ-ભાત ભાવે છે. તેમ અમને મોમોઝ ભાવે છે.જો કે અહિંયાના લોકોને મોમોઝ એટલા ભાવ નથી પણ અમને એ વધારે સ્વાદિષ્ટ લાગે છે.

તિબેટીયન વેપારીઓ ફેશન અનુરૂપ ગરમ કપડા લાવે છે.
દર વર્ષે તિબેટીયન લોકો ખાસ કરીને ગરમ કપડાં બનાવવા અને વેચવા માટે જાણીતા છે. તેમની વસ્તુઓ ટકાઉ પણ હોય છે. નવી ફેશન અનુરૂપ આજે તિબેટના લોકોએ પણ ફેશનેબલ ગરમ કપડાં પણ મળે છે. જેનાકારણે તમે અહીંથી કપડા ખરીદી શકો છો. આ માર્કેટ ફેબ્રુઆરીના અંત સુધી ચાલે છે.
આ વેપારીઓ ટકાઉ અને સસ્તા કપડા રાખે છે.
અહિંયા લેડીસ, જેન્ટસ અને બાળકો સહિતના બધાના કપડા અહી મળી રહે છે જેનો ભાવ કપડાની કવોલીટી ઉપર આધાર રાખે છે. 500થી લઈ 2000 સુધીના કપડા મળે છે. આ વેપારીઓ ગરમ કપડા હાથે બનાવેલા તથા મશીનમાં બનાવેલા બંને પ્રકારના રાખે છે.. આ કપડાની ખૂબી એ છે કે એ ટકાઉ હોય છે અને કિંમતમા સસ્તા હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.