Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Zakir Naik in Pakistan : ભારતનો દુશ્મન પહોંચ્યો પાકિસ્તાન! પાક PM એ આપ્યું હતું આમંત્રણ

02:21 PM Sep 30, 2024 |
  • ભારતનો દુશ્મન પાકિસ્તાન પહોંચી ગયો!
  • પાક PMએ શાહબાઝ શરીફે ઝાકિર નાઈકને આપ્યું આમંત્રણ
  • ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે ઝાકિર નાઈક

Zakir Naik in Pakistan : દેશમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા અને મની લોન્ડરિંગ જેવા આરોપમાં વોન્ટેડ ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચી ગયો છે. ઝાકિર નાઈક (Zakir Naik) ફરાર છે અને ભારતના કાયદાથી બચવા મલેશિયામાં રહે છે. ભારત સરકાર ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમના પર ધિક્કારજનક ભાષણ, મની લોન્ડરિંગ અને ધાર્મિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

પાકિસ્તાનના PM એ આપ્યું હતું આમંત્રણ

જણાવી દઇએ કે, ઝાકિર નાઈક પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આમંત્રણ પર પહોંચ્યો છે. ઈસ્લામાબાદ પહોંચતા જ ઝાકિર નાઈકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્વાગત માટે ધાર્મિક બાબતોના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નાઈક ​​આગામી 20 દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. નાઈક ​​ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં કાર્યક્રમોને સંબોધિત કરશે.

પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

ઝાકિર નાઈક સોમવારે સવારે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ઝાકિરના શેડ્યૂલ મુજબ, તે 5 અને 6 ઓક્ટોબરે કરાચીમાં, 12-13 ઓક્ટોબરે લાહોર અને 19-20 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં કાર્યક્રમોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, ઝાકિર નાઈકે એક પાકિસ્તાની યુટ્યુબર સાથેની વાતચીતમાં પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઝાકિરે કહ્યું હતું કે, તેણે 2020માં પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી, પરંતુ કોરોના વાયરસના કારણે આ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન ઝાકિર નાઈકને પૂછવામાં આવ્યું કે, તેઓ મલેશિયાને બદલે પાકિસ્તાન કેમ ન ગયા? તેના પર ઝાકિરે કહ્યું હતું કે, તેના માટે પાકિસ્તાન જવું સરળ હતું, કારણ કે ભારતના પાડોશી દેશમાં લોકો તેને ઓળખે છે.

ઝાકિર નાઈક ભારતમાં મોસ્ટ વોન્ટેડ

ઝાકિર નાઈક ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ નાઈકને વોન્ટેડ જાહેર કર્યો છે. જેના પર ભડકાઉ ભાષણો આપવા, મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ઝાકિર નાઈક 2017માં મલેશિયા ભાગી ગયો હતો. તેની પાસે મલેશિયા અને સાઉદી અરેબિયાની નાગરિકતા છે.

આ પણ વાંચો:  શાહનો ખડગે પર કટાક્ષ, કહ્યું – તેઓ લાંબુ જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ