+

તમારી પસંદગીનો વાહન નંબર ફરી મેળવી શકશો, ગુજરાતમાં પણ પોલિસી શરૂ

ગુજરાતમાં વાહન નંબર માટે નવી પોલિસીહવે તમે તમારી પસંદગીનો કે પછી ધાર્મિક, સામાજીક કે આંકડાકીય અથવા તમારી વ્યક્તિગત પસંદગી મુજબ પૈસા ખર્ચીને તમારા નવા વાહનનો નંબર લઈ શકો છો. છે. તમને તમારી પસંદગીનો નંબર તબદિલ કરેલા વાહન કે પછી સ્ક્રેપમાં ગયેલા વાહનનો નંબર નવા વાહનમાં મળી શકશે.ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના જણાવ્યા મુજબ ગુજરાતના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે
ગુજરાતમાં વાહન નંબર માટે નવી પોલિસી
હવે તમે તમારી પસંદગીનો કે પછી ધાર્મિક, સામાજીક કે આંકડાકીય અથવા તમારી વ્યક્તિગત પસંદગી મુજબ પૈસા ખર્ચીને તમારા નવા વાહનનો નંબર લઈ શકો છો. છે. તમને તમારી પસંદગીનો નંબર તબદિલ કરેલા વાહન કે પછી સ્ક્રેપમાં ગયેલા વાહનનો નંબર નવા વાહનમાં મળી શકશે.
ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના જણાવ્યા મુજબ ગુજરાતના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પાછો મળી શકે તે માટે રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રિટેન કરી શકશે. વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે. વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી અને માન્યતાને કારણે જુના વાહનોના નંબર રિટેન આપવાનો આગ્રહ રાખતા હોય છે જેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. દિલ્હી,ઉત્તરપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ બાદ હવે ગુજરાતના નાગરિકો પણ તેમના વાહનમાં પસંગીનો નંબર મેળવી શકે છે. 
પસંગીનો નંબર પાછો કેવી રીતે મેળવી શકાય?
વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ હવે ગુજરાતમાં પણ પસંગીના વ્હીકલ નંબરની પોલિસીને અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે. જોકે વાહન-નંબર રીટેન્શન માટે અગાઉની જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઈ મુજબની ફી ચૂકવવાની રહેશે. આ પોલીસીમાં વાહન માલિક બે વખત પોતાના વાહનમાં રિટેન્શનની પોલિસી કરી શકશે. વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે. નવી પોલિસી અનુસાર, માલિકી તબદિલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તો વાહન સ્ક્રેપ પોલિસી પ્રમાણે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રિટેન કરી શકાશે.  જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. આ પ્રમાણે તમામ લોકોની રજુઆતને ધ્યાને લઈ આ પોલિસી શરુ કરવામાં આવી છે. 
Whatsapp share
facebook twitter