Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પહેલવાનોના સમર્થનમાં યોગ ગુરૂ, કહ્યું, કુશ્તી સંઘનો મુખિયા બેન-દીકરોઓ અંગે વાહિયાત વાતો કરે છે…

09:18 AM May 27, 2023 | Dhruv Parmar

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોના સમર્થનમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો અને ખેલાડીઓ સતત આગળ આવી રહ્યા છે. આ દરમિયાન યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બ્રિજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. કુસ્તીબાજોના આંદોલનના સમર્થન આપતાં તેમણે કહ્યું કે કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ એ ખૂબ જ શરમજનક બાબત છે.

તેમની તાત્કાલિક જેલ ભેગા કરવા જોઈએ

રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી રામદેવે કહ્યું, ‘દેશના કુસ્તીબાજો માટે જંતર-મંતર પર બેસીને કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ લગાવવો એ ખૂબ જ શરમજનક બાબત છે. આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. દરરોજ મોં ઉંચુ કરીને તે વારંવાર મા, બહેન અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે, તે ખૂબ જ નિંદનીય છે, તે પાપ છે.

કુસ્તીબાજો મહાપંચાયત કરશે

બીજી તરફ, બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર અડગ રહેલા કુસ્તીબાજો હવે તેમના આંદોલનને ધાર આપવામાં વ્યસ્ત છે. 23 મેના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢ્યા બાદ હવે મહિલા પંચાયતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.જે દિવસે નવી સંસદનું ઉદ્ઘાટન થશે તે દિવસે કુસ્તીબાજો સંસદની બહાર મહિલા મહાપંચાયતનું આયોજન કરશે. એટલે કે 28 મેના રોજ કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હીમાં એક મોટી સભાની તૈયારી છે.

આ પહેલા 7 મેના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે ખાપ પંચાયત પણ યોજાઈ હતી, જેમાં સરકારને બ્રિજ ભૂષણની ધરપકડ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં કુસ્તીબાજોના મુદ્દે સરકારને 21 મે સુધીમાં પગલાં લેવાનું અલ્ટીમેટમ આપતાં કહેવામાં આવ્યું હતું કે, જો કાર્યવાહી નહીં થાય તો પછી મોટું આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજસ્થાનના CM અશોક ગેહલોતની તબિયત લથડી, દિલ્હી પ્રવાસ રદ્દ!