Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ છે વિશ્વની સૌથી ઓછા સમયની હવાઈ મુસાફરી, સેકેન્ડોમાં પૂરી છે યાત્રા

09:51 PM Oct 17, 2024 |
  • Scotland ની ફ્લાઈટ માત્ર 1.5 મિનિટમાં નિશ્ચિત સ્થળે પહોંચે છે
  • આ ફ્લાઈટ અંદાજે 2.7 કિલોમીટરનું અંતર કાપે છે
  • અત્યાર સુધીમાં 12,000 થી વધુ વખત ઉડાન ભરી છે

World’s Shortest Flight : Airlines માં અનેક એવી ફ્લાઈટ્સ આવેલી છે. જેમાં એક શહેરથી અન્ય કોઈ શહેર અથવા દેશમાં જવુ હોય, તો કલાકો ઉપરાંત દિવસો પણ થતા હોય છે. પરંતુ વિશ્વમાં એક એવી પણ ફ્લાઈટ છે, જેની મુસાફરી માત્ર સેકેન્ડો પૂરતી જોવા મળે છે. આ ફ્લાઈટ માત્ર અમુક સેકેન્ડની અંદર પોતાની યાત્રા પૂર્ણ કરે છે. ત્યારે આ ફ્લાઈટની મુસાફરી 74 સેકેન્ડમાં પૂર્ણ થઈ જાય છે.

Scotland ની ફ્લાઈટ માત્ર 1.5 મિનિટમાં નિશ્ચિત સ્થળે પહોંચે છે

Scotland માં આવેલા Westray અને Papa Westray ની વચ્ચ આ ફ્લાઈટ કાર્યરત છે. Scotland ના Westray અને Papa Westray એ બંને દરિયા કિનારા પણ આવેલા એક પર્યટક સ્થળ છે. ત્યારે વિદેશીઓ સૌથી વધુ અહીંયા રજાઓના સમયગાળામાં આવતા હોય છે. આ Scotland ની ફ્લાઈટ માત્ર 1.5 મિનિટની અંદર ટેક ઓફથી લઈને લેન્ડિંગ સુધીની યાત્રા પૂર્ણ કરી બતાવે છે. જોકે આ સ્કોલેન્ડ ફ્લાઈટની માહિતી સોશિયલ મીડિયાના મારફતે સામે આવી છે.

આ પણ વાંચો: 10 દિવસમાં 50 હજારથી પણ ઓછી કિંમતમાં રાજસ્થાનના 8 શહેર ફરી શકશો

આ ફ્લાઈટ અંદાજે 2.7 કિલોમીટરનું અંતર કાપે છે

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, Scotland ની નજીક આવેલા બે સ્થળોની વચ્ચે આ ફ્લાઈટ પરિવહન કરે છે. જોકે આ ફ્લાઈટની વિવિધ પાયલોટ દ્વારા ઉડાન ભરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સૌથી ઓછો સમયમાં આ ફ્લાઈટને પાયલોટ સ્ટૂઅર્ટ લિંકલેટરએ Westray થી Papa Westray સુધી પહોંચાડી હતી. તો આ ફ્લાઈટને પાયલોટ સ્ટૂઅર્ટ લિંકલેટરએ માત્ર 53 સેકેન્ડની અંદર Westray થી Papa Westray સુધી પહોંચાડી હતી.

અત્યાર સુધીમાં 12,000 થી વધુ વખત ઉડાન ભરી છે

Scotland માં Westray થી Papa Westray વચ્ચે 1967 માં ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તેણે દુનિયાની સૌથી નાની ફ્લાઈટ મુસાફરીનો રેકોર્ડ બનાવ્યો હતો. તો આ Scotland ની ફ્લાઈટ શનિવાર વિના દરેક દિવસોમાં પરિવહન કરે છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સ્ટુઅર્ટ લિંકલેટર અત્યાર સુધીમાં 12,000 થી વધુ વખત ઉડાન ભરી છે. જે અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ છે. આ ફ્લાઈટ અંદાજે 2.7 કિલોમીટરનું અંતર કાપે છે. આ ફ્લાઇટ માટે બ્રિટન-નોર્મન BN2B-26 આઇલેન્ડર એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 10 લોકો બેસી શકે છે.

આ પણ વાંચો: જો જીવ વાલો હોય તો, રજાઓ માણવા ક્યારે પણ અહીંયા ન જતા