Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનને મદદ કરવા વિશ્વ બેંક તૈયાર, હિંસા અને મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

02:28 AM May 05, 2023 | Vipul Pandya

રશિયાના હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેનને મદદ કરવા માટે વિશ્વ બેંકે મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેનમાં ચાલી રહેલા સૈન્ય અને રાજકીય સંકટ વચ્ચે, વિશ્વ બેંકે ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહ્યું છે કે, યુક્રેનને તાત્કાલિક નાણાકીય સહાય આપવા માટે તૈયાર છે.
વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે જૂથ, વિકાસ ભાગીદારો સાથે મળીને, યુક્રેનને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.  યુક્રેનમાં થયેલી હિંસા અને મૃત્યુથી વિશ્વ બેંક સમૂહ આઘાત અને દુખી છે. અમે યુક્રેનના લાંબા સમયથી ભાગીદાર છીએ અને આ મુશ્કેલ સમયમાં અમે તેની સાથે ઊભા છીએ.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે મળી કરશે સર્વે 
વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, યુક્રેનમાં  યુધ્ધના કારણે આર્થિક અને સામાજિક અસરો હશે. અમે તેનું મૂલ્યાંકન કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. માલપાસે વિશ્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને કહ્યું કે તેઓએ સમગ્ર વિશ્વ બેંક જૂથમાં સંકલનને વેગ આપવા માટે વૈશ્વિક કટોકટી જોખમ મંચ બનાવ્યું છે.માલપાસે શનિવારે મ્યુનિકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. તેમણે યુક્રેનના લોકો માટે વિશ્વ બેંક જૂથનું સમર્થન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે યુક્રેનને વધારાના સંસાધનો આપવામાં આવશે.